જનધન યોજનાનો મોટો ખુલાસો, ખાતામાં પોતે પૈસા જમા કરી રહ્યા છે બેંક કર્મચારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી જનધન યોજનાને લઇને મોટો ખુલાસો થયો છે. તમને જાણીને હેરાની થશે કે જનધન યોજના હેઠળ ખુલેલા કરોડો અકાઉન્ટસમાં ખુદ બેંક કર્મચારી પૈસા જમા કરાવી રહ્યા છે. જો કે તેના માટે સરકારે કોઇ આદેશ આપ્યો નથી.

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર બેંક કર્મચારી ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સની સંખ્યા ઓછી કરવા માટે જનધન યોજના હેઠળ ખુલેલા ખાતામાં એક એક રૂપિયા જમા કરાવી રહ્યો છે. જાણો આ ખુલાસાથી જોડાયેલી મહત્વની વાતો…

1. આરટીઆઇથી મળતી જાણકારી મુજબ, 18 સરકારી બેંક અને 16 ક્ષેત્રીય શાખાઓમાં આવા 1.05 કરોડ જનધન ખાતા છે, જેમાં 1 1 રૂપિયો જમા છે.

2. કેટલાક ખાતા એવા પણ છે, જેમાં 2 થી 5 અથવા 10 રૂપિયા પણ જમા થયેલા છે. આ પૈસા ખાતાધારકોએ જમા કર્યા નથી.

3. 20 બેંકોના બ્રાન્ચ મેનેજરે સ્વીકાર્યું કે તેમની પર જનધન યોજના હેઠળ ખુલેલા ઝીરો બેલેન્સ ખાતાના અંકડા ઓછા કરવાનું દબાણ છે.

4. ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ ઝડપીથી ઓછા થઇ ગયા છે. સપ્ટેમ્બર 2014માં આવા ખાતાની 76 ટકા સંખઅયા હતી, જે ઓગસ્ટ 2015માં ફક્ત 46 ટકા રહી ગયા.

5. બેંક કર્મચારીએ સ્વિકાર્યુ કે આ એકાઉન્ટ્સ એક્ટિવ રાખવા માટે પોતે જ પૈસા જમા કરાવે છે.

6. 10 બેંક અધિકારીઓએ સ્વિકાર્યુ કે આ ખાતાને ચાલુ રાખવા માટે તેમને પોતાના ખિસ્સામાંથી પૈસા જમા કરાવો.

7. ઘણા ખાતાધારકોએ કહ્યું કે તેમને પોતાની પાસબુકમાં જોયું કે ખાતામાં એક રૂપિયો જમા છે તો તે હેરાન હતાં. તેમણે ખબર જ નહતી કે તેમના ખાતામાં કોણે જમા કરાવ્યા.

8. એક રૂપિયા બેલેન્સ વાળા ખાતામાં સૌથી આગળ પંજાબ નેશનલ બેંક છે. પીએનબીમાં 1.36 કરોડ જનધન ખાતા છે, જેમાંથી 39.57નું બેલેન્સ 1 રૂપિયો છે.

9. 31 ઓગસ્ટ, 2016 સુધી જનધન ખાતામાં કુલ 42094 કરોડ રૂપિયા જમા થઇ ચૂક્યા છે.

You might also like