જાણો શું છે આ ‘ભારત QR કોડ,’ ચપટી વગાડતાં ચૂકવો નાણાં

નવી દિલ્લી: ભારત સરકારે ડિઝિટલ ચૂકવણીને ઉત્તેજન આપવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભર્યું છે. હવે સરકારે ક્યૂઆર કોડનો ઉપયોગ કરીને ચૂકવણી કરવાની નવી રીત શરૂ કરી છે. આ નવી રીતને ભારત ક્યૂઆર નામ આપવામાં આવ્યું છે. આ પહેલા ભારત સરકાર યૂપીઆઈ અને ભીમ એપ જેવી ડિઝિટલ ચૂકવણી કરવાની રીતો શરૂ કરી ચૂકી છે. હવે ભારત ક્યૂઆર કોડ દ્વારા ડિઝિટલ ચૂકવણીને ઉત્તેજન આપવા માટે સરકાર તરફથી આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. આ પ્રકારનું પગલું દુનિયામાં પ્રથમવાર ઉઠાવવામાં આવ્યું છે.

હાલમાં ક્યૂ આર કોડ સિસ્ટમ યુઝર્સ માટે ચૂકવણી કરવાની સરળ રીત છે. જોકે, દુનિયાભરમાં મર્ચન્ટ આઉટલેટ અલગ અલગ રીતે ક્યૂ આર કોડનો ઉપયોગ કરે છે. એવામાં ભારત ક્યૂ આરનો પ્રયત્ન છે કે દેશમાં ક્યૂઆર કોડની ચૂકવણી કરવાની આ એક સ્ટાન્ડર્ડ રીતે છે. તેના માટે માસ્ટરકાર્ડ, અમેરિકન એક્સપ્રેસ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને વીઝા સાથે જોડાયેલા છે, જેથી ભારત ક્યૂઆરને દેશમાં વધુમાં વધુ રીતે પ્રમોટ કરવામાં આવી શકે.

આ માટે તમારે ફોનમાં પહેલાથી ઇન્સ્ટોલ કરેલી ભીમ એપ અથવા પોતાની બેંકિંગ એપ ખોલવાની રહેશે અને તેના દ્વારા મર્ચન્ટને ક્યૂ આર કોડ સ્કેન કરવાનો રહેશે. ત્યાર બાદ જેટલા પૈસાની ચૂકવણી કરવી હોય, એ લખી 4 આંકડાનો પીન કોડ નાખી ટ્રાન્ઝેક્શનને ઓથેન્ટિકેટ કરવાનો રહેશે. ત્યાર પછી પૈસા સીધેસીધા તમારા ખાતમાંથી મર્ચન્ટના ખાતામાં પહોંચી જશે.

You might also like