રિલીઝ પહેલાં જાણો ‘ફિલોરી’ના ટ્રેલર વિશે

મુંબઇઃ અનુષ્કા શર્માના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ફિલોરીનું ટ્રેલર રિલીઝ થવાની તૈયારીમાં છે. પરંતુ રિલીઝ પહેલાં અમે તમને જણાવી દઇએ કે આ ટ્રેલરમાં આખરે શું છે. ટ્રેલરમાં સૌથી પહેલાં લાઇફ ઓફ ધ પાઇના જાણાતી એક્ટર સૂરજ શર્મા જેવા મળશે.

તેઓ માંગલીક હોવાને કારણે લગ્ન કરતા પહેલાં ગામમાં એક ઝાડ સાથે લગ્ન કરવા પડે છે. પરંતુ ટ્વિસ્ટ ત્યારે શરૂ થાય છે કે જ્યારે એ ઝાડ પર રહેનારી આત્મા સૂરજ સામે આવીને એક રોમેન્ટક સ્ટોરી સંભળાવે છે. અનુષ્કા પોતાના પ્રેમની વાત કરે છે. જેમાં એક સંગીતકાર તરીકે દિલજીત દોસાંજા જોવા મળે છે. ટ્રેલર અલગ પ્રકારનું છે. સાહેબાન ગીતનો એક નાનકડો ભાગ છે. જે તેમાં જોવા મળશે. આ ફિલ્મ એક અલગ કોન્સેપ્ટ સાથે જોવા મળશે. આ ફિલ્મ 24 માર્ચે રિલીઝ થવાની છે.

http://sambhaavnews.com/

You might also like