20 રૂપિયામાં ઓનલાઇન બનાવો બાળકનું Birth Certificate, આ છે પ્રોસેસ…

નવી દિલ્હી: હવે તમારા માટે બર્થ સર્ટિફીકેટ બનાવવું સરળ થઇ ગયું છે. હવે તમે એને સરળતાથી ઘરે બેઠા ઓનલાઇન બનાવી શકો છો. બર્થ સર્ટિફીકેટ જન્મથી લઇને, સ્કૂલ એડમિશન અને પાસપોર્ટ બનાવવા જેવા કામોમાં કામ લાગે છે. જો તમે હજુ સુધી અપનાવ્યું ના હોય અથવા તમારા બાળકનું સર્ટિફિકેટ બનાવડાવ્યું ના હોય તો તમે આ પ્રોસેસને ફોલો કરીને બર્થ સર્ટિફીકેટ બનાવી શકો છો.

જન્મ સમય મોટાભાગે હોસ્પિટલ જન્મને લોકલ બોડી જેવા નગર નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશનની પાસે રજિસ્ટર કરાવી દે છે. એવું નહીં કરવા પર હોસ્પિટલ પોતાની ડિસ્ચાર્જ સ્લીપ અથવા બર્થ સર્ટિફીકેટ બનાવીને આપે છે. આવી બાબતોમાં જ્યારે તમને હોસ્પિટલમાંથી બર્થ સર્ટિફીકેટ મળ્યું નથી તો જાતે જ નગર નિગમની વેબસાઇટ પર જઇને તમે બર્થ સર્ટિફીકેટ માટે રજિસ્ટર કરવું પડશે. નગર નિગમની વેબસાઇટ પર જઇને 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.

ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડર પર થશે રજિસ્ટ્રેશન
મોટાભાગના રાજ્યમાં બર્થ સર્ટિફિકેટ માટે જન્મના 21 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. જો બર્થ સર્ટિફીકેટ બનાવવા માટે એક વર્ષની અંદર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું નહીં, તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના ઓર્ડર બાદ જ રજિસ્ટ્રેશન થઇ શકશે. જો એસડીએમ સર્ટિફિકેટ આપી દે છે તો તમે બર્થસર્ટિફીકેટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

તમારે તમારું બર્થ સર્ટિફીકેટ બનાવવા માટે રજિસ્ટ્રેશન ફોર્મ પર તમારી અને તમારા પિતાની જાણકારી ભરવી પડશે.

એકવર્ષ જૂની બાબતોમાં તમારે તમારા વિસ્તારના સબ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની પાસે જઇને સવારે 9.30 થી સાંજે 6 વાગ્યા સુધી વર્કિંગ દિવસોમાં જવું પડશે. તમે તમારા વિસ્તારના એસડીએમની જાણકારી માટે રાજ્ય અથવા નગર નિગમની વેબસાઇટ પર જઇને લઇ શકો છો.

અહીંયા બની શકે છે ઓનલાઇન બર્થ સર્ટિફીકેટ
રાજ્યોમાં ઓનલાઇન બર્થ સર્ટિફીકેટ લોકલ નગર નિગમ અને રાજ્ય સરકારની વેબસાઇટ પર જઇને ઓનલાઇન ફોર્મ ભરીને જમા કરાવી શકો છો. આ ફોર્મ તમે ડાઉનલોડ કરીને પણ ડોક્યૂમેન્ટ સાથે જમા કરી શકો છો.

ઓનલાઇન ભરો જાણકારી
નગર નિગમ અથવા રાજ્ય સરકારની વેબસાઇટ પર જઇને બર્થ સર્ટિફીકેટની વિકલ્પ પર ક્લિક કરો. તમારી અને બાળકની જાણકારી ભરો, આ ફોર્મની પ્રિન્ટ કોપી નિકાળવા પડશે. તમારે આ કોપી સાથે ડોક્યૂમેન્ય નિગમ ઓફિસમાં લઇને જવું પડશે. બર્થ સર્ટિફીકેટ માટે કોર્પોરેશન ઓફિસ અથવા રાજ્યની લેબસાઇટ પર જને લિંક પર ક્લિક કરો.

ડોક્યૂમેન્ટ
– બર્થ સર્ટિફીકેટ બનાવવા માટે તમારે આ ડોક્યૂમેન્ટની જરૂર પડશે

– હોસ્પિટલ ડિસ્ચાર્જ સ્લિપ અને પેપર અથવા હોસ્પિટલનું બનેલું જન્મનું પ્રમાણ પત્ર, સરનામાનું પ્રૂફ

એક વર્ષથી વધારે જૂની બાબતમાં આ ડોક્યૂમેન્ટની જરૂર પડશે
– એપ્લિકેશન ફોર્મ
– બર્થનું પ્રૂફ
– રાશન કાર્ડની કોપી

આ રાજ્યોમાં ઓનલાઇન બનાવી શકો છો બર્થ સર્ટિફીરકેટ
– દિલ્હી, યૂપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ઓનલાઇન બર્થ સર્ટિફીકેટ બનાવી શકો છો.
– બર્થ સર્ટિફિકેટની સિંગલ કોપી તમને મફતમાં મળી જશે, પરંતુ વદારે કોપી માટે તમારી ફી આપવી પડે છે.

ફી
બ્રથ સર્ટિફીકેટ બનાવવામાં ઓછામાં ઓછી 20 રૂપિયા પ્રતિ કોપી ફી થાય છે.

ક્યાં સુધી મળશે બર્થ સર્ટિફીકેટ
– તમને 7 દિવસથી લઇને 21 દિવસની વચ્ચે બર્થ સર્ટિફીકેટ મળી જશે.
– તમે આ બર્થ સર્ટિફેક્ટ ઓનલાઇન ડાઉનલોડ પણ કરી શકો છો.
– કોર્પોરેશનની ઓફિસ જઇને પણ લઇ શકો છો.

http://sambhaavnews.com/

You might also like