જાણો ચંદ્રગ્રહણને લઇને સોમનાથ મંદિરના દર્શનમાં કરાયો ફેરફાર

દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. 31 જાન્યુઆરીએ ચંદ્રગ્રહણ હોવાથી સોમનાથ મંદિરમાં મધ્યાહન અને સંધ્યા આરતી થશે નહી. રાત્રે 9:30 વાગ્યે પૂજા આરતી થશે.

ચંદ્રગ્રહણ સવારે 7:25થી રાત્રિના 8:15 વાગ્યા સુધી રહેશે.જેને કારણે સોમનાથ મહાદેવની પ્રાતઃ આરતી બાદ તમામ પૂજા પાઠ બંધ રહેશે. રાત્રિના 9:30 વાગ્યે આરતી પૂજાપાઠ થશે. 31 મહાસુદ પૂનમ બુધવારના રોજ ખગાસ ચંદ્રગ્રહણનો યોગ બનશે.

જેથી પ્રભાસતીર્થના સોમનાથ મહાદેવ મંદિરને ચંદ્રગ્રહણની અસર થશે.સોમનાથ મંદીરના મુખ્ય પૂજારી ધનજંય દવેએ જણાવ્યું હતું કે, ચંદ્રગ્રહણ એટલે સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક ધરી પર આવે છે. તે ખગોળીયા ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

You might also like