શું તમારે પણ વૃદ્ધાવસ્થાથી રહેવું છે દૂર, તો તમે પણ આ ફળનું કરો સેવન

સામાન્ય રીતે જો વાત કરીએ તો આપે ફળ અને તેનાં ફાયદાઓ વિશે પહેલા પણ અનેક વાર ઘણું બધું સાંભળ્યું હશે પરંતુ શું આપ કોઇ એવાં ફળ વિશે જાણો છો કે જે આપની વૃદ્ધાવસ્થાને દૂર રાખવામાં આપની મદદ કરી શકે છે. તો હાં એવું ફળ છે કે જે આપની વૃદ્ધાવસ્થાને દૂર રાખશે. આ ફળનું નામ છે ડ્રેગન ફ્રુટ.

આ ફ્રુટને પિતાયા અથવા તો સ્ટ્રોબેરી પીયરનાં નામે પણ ઓળખી શકાય છે. ઉપરથી ઉબડ ખાબડ જોવા મળતું આ ફળ અંદરથી વધારે મુલાયમ અને ટેસ્ટી હોય છે. આ ફળનાં ફાયદાઓ વિશે જો આપ જાણશો તો આપ ખુદ આ ફળને ખાધા વિધા નહીં રહો.

આજકાલ લોકો હાર્ટ સાથે જોડાયેલી બીમારીઓથી વધારે ઘેરાયેલા હોય છે. ત્યારે એવામાં આ ફળ વધારે ઉપયોગી સાબિત થઇ શકે છે. ડ્રેગન ફ્રૂટ ખતરનાક કોલેસ્ટ્રોલમાં ઊણપ લાવીને આપનાં હ્રદયને મજબૂત બનાવી રાખે છે.

ડ્રેગન ફ્રૂટ શુગર સાથે લડવામાં પણ મદદરૂપ થાય છે. આમાં આવેલ ફાઇબર બ્લડ શુગર લેવલને સંતુલિત કરે છે. આ સાથે જ આ ફળ આપનાં પાચનતંત્રને વધારે તંદુરસ્ત રાખે છે.

ફ્રી રેડિકલ્સ અને કેન્સર પેદા કરવાવાળા તત્વોથી બચવા માટે આપે એવી ચીજોનું સેવન કરવું જોઇએ કે જેમાં એન્ટીઓક્સીડેંટની માત્રા ઘણી સારા એવાં પ્રમાણમાં હોય. જો કે આપને એ વાત જાણીને નવાઇ લાગશે કે ડ્રેગન ફ્રૂટમાં એન્ટીઓક્સીડેંટની માત્રા ઘણી સારી એવી હોય છે.

એન્ટીઓક્સીડેંટની સારી એવી માત્રા હોવાંને કારણે આ ફળ એ અસમયે વૃદ્ધાવસ્થા આવતા રોકે છે. આમાં હળદર મેળવીને ફેસમાસ્ક બનાવો અને બાદમાં તેને નિયમિત રૂપથી ચહેરા પર અવશ્ય લગાવો. તે આપનાં ચહેરા પરથી ફાઇન લાઇન હટાવી નાખે છે અને આપની ચામડીને એકદમ જુવાન બનાવી દે છે. મહત્વનું છે કે આ ડ્રેગન ફ્રૂટને એન્ટી ઇંફ્લેમેટરી ફ્રૂટ પણ કહીએ તો કંઇ ખોટું નથી.

You might also like