અહીંયા રસ્તા પર મળે છે નોટો અને કિલોના ભાવ પર વેચાય છે બંડલ

તમે લોકોએ સાંભળ્યું જ હશે કે ‘પૈસો મારો પરમેશ્વર ‘ને હું પૈસાનો દાસ’. આપણા બધાના ખિસ્સામાં કડક-કડક નોટો હોય ત્યારે એક ગજબનો કોન્ફિડેન્સ આવી જાય છે. ક્યારેય વિચાર આવ્યો કે આ નોટોમાં એવું તો શું હોય છે કે વ્યક્તિમાં કોન્ફીડન્સ આવી જાય છે? પરંતુ આજે અમે તેમને એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યાં માર્કેટમાં નોટો મળે છે.

અલગ-અલગ દેશોના નોટના અલગ-અલગ કિસ્સા છે. શું તમે જાણો છો કે આ દેશ એવો પણ છે, જ્યાં નોટોની બંડલ કિલોના ભાવ પર વેચાય છે. જી હા, આફ્રિકા દેશના સોમાલીલેન્ડના રસ્તાઓ પર નોટો બંડલ વેચાય છે. જ્યાં લોકોના જણાવે છે, વર્ષ 1991માં થયેલા ગૃહ યુદ્ઘના પછી સોમાલિયાની અલગ થયેલો દેશ છે સોમાલીલેન્ડ..

આ દેશમાં હજુ સુધી કોઇ પણ રાષ્ટ્રને આંતરાષ્ટ્રીય રૂપથી માન્યતા નથી મળી. આ દેશ ગરીબીનો સામનો કરે છે. કોઇ સરકારી વ્યવસ્થા લાગૂ નથી થઇ શકી ન તો કોઇ રોજગારી છે.

સોમાલીલેન્ડની મુદ્રા શિલિંગ છે, જેનું કોઈપણ દેશમાં મૂલ્ય નથી. આથી અહીંયાં ફૂગાવો એટલો વધી ગયો છે કે લોકોને બ્રેડ ખરીદવી હોય તો પણ ભરીભરીને નોટો આપવી પડે છે. આ કારણે અહીં માત્ર 500 અને 1000 રૂપિયાની મોટી નોટો જ ચલણમાં છે.

સોમાલીલેન્ડમાં બજારમાં 1 અમેરિકી ડૉલરના બદલામાં 9000 શિલિંગ મળે છે. સૂત્રોનુસાર, અહીંયા લગભગ 650 રૂપિયામાં 50 કિલોથી વધારે શિલિંગ ખરીદી શકાશે.

અહીંયાના સોનાની એક નાનું નેકલેસ ખરીદવા માટે 10-20 લાખ રૂપિયા આપવા પડે છે. આ દેશમાં એક પણ આંતરરાષ્ટ્રીય સ્તરની માન્યતા પ્રાપ્ત બેંક નથી, એવામાં સ્વાભાવિક છે કે અહીંયા કોઇ બેંકિંગ સિસ્ટમ અને ATM નથી.

જ્યાં આજે ભારતમાં કેશલેશ વ્યવસ્થાના સામનો કરવા હજુ પણ લોકોને મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ દેશમાં સોમાલીલેન્ડમાં 2 પ્રાઇવેટ કંપનીઝ મોબાઇલ બેન્કિંગ ઇકૉનોમીની વ્યવસ્થા શરૂ કરી હતી. આ કંપનીઓએ આ આ મુશ્કેલી જોતા આ વ્યવસ્થા શરૂ કરી હતી.

અહીંયા પૈસા કંપનીની મદદથી ફોનમાં જમા થાય છે અને ફોનની મદદથી સામાન ખરીદી શકાય છે. આ દેશમાં પૈસાને કૈરી કરવા ખુબ જ મુશ્કેલ છે, જેથી લોકો કેશલેશ સિસ્ટમ અપનાવવા લાગ્યા. જ્યાં ઉંટોની સૌથી વધારે નિકાસ થાય છે અને અહીંયા નિવાસીની કમાણી મોટે ભાગે પર્યટકો પર નિર્ભર છે.

You might also like