100 વર્ષ પહેલા કેરળમાં આવેલા પૂરમાં ગાંધીજીએ કરી હતી આટલી મદદ

આજથી લગભગ 100 વર્ષ પહેલા પણ કેરળમાં પૂર આવ્યુ હતુ. તે વખતે કેરળમાં રાહત કાર્યો માટે ઘણી મદદ કરવામાં આવી હતી. તે દરમિયાન મહાત્મા ગાંધીએ કેરળના લોકોના દુઃખને અકલ્પનીય જણાવતા મદદ માટે 6000 રૂપિયા એકઠા કર્યા હતા. જ્યારે હવે કેન્દ્ર સરકારેપૂર પ્રભાવિતો માટે 600 કરોડ આપવાની પહેલ કરી છે.

વર્ષ 1924માં કેરળમાં આવેલા પૂરમાં ઘણા લોકોના મોત નિપજ્યા હતા અને આ પૂર વ્યાપક વિનાશનું કારણ બન્યુ હતુ. તે દરમિયાન ગાંધીએ પોતાના પબ્લિકેશન ‘યંગ ઈન્ડિયા’ અને ‘નવજીવન’ના માધ્યમથી લોકોને પૂર પીડિતોને મદદ કરવા માટે આગ્રહ કર્યો હતો. જણાવી દઈએ કે તે દરમિયાન કેરળને માલાબાર કહેવામાં આવતુ હતુ.

ગાંધીના આ આગ્રહ બાદ લોકોએ ઘણી મદદ કરી. ઘણી મહિલાઓએ તો સોનાની જ્વેલરી અને પોતાની બચતને પૂર પીડિતો માટે દાન કરી દીધી હતી. જ્યારે ઘણા લોકોએ એક સમયનું ખાવાનું છોડ્યુ અને રાહત કોષમાં દૂધ અને ખાવાનુ આપ્યુ. ગાંધીએ નવજીવનમાં લખેલા આર્ટિકલમાં એક છોકરી વિશે જણાવ્યુ છે, જેણે રાહત કોષમાં પૈસા દાન આપવા માટે 3 પૈસાની ચોરી કરી હતી. તેઓએ પોતાના ઘણા લેખોમાં માલાબારનાદુખને પ્રગટ કર્યુ છે.

ગાંધીએ લખ્યુ હતુ, ‘તે દરમિયાન રાહત કોષ માટે ઘણા ફંડ શરૂ કરવામાં આવ્યા જેથી લોકો પોતાની ઈચ્છા અનુસાક યોગદાન આપી શકે.’ જણાવી દઈએ કે જૂલાઈ 1924માં આવેલા પૂરથી મુન્નાર, ત્રિશૂર, કોચિકોડ, એર્નાકુલમ, અલુવા, કુમારાકોમ, તિરુવનંતપુરમ વગેરે ક્ષેત્ર પ્રભાવિત થયા હતા. ઉલ્લેખનીય છે કે કેરળમાં 8 ઓગસ્ટથી ભયંકર વરસાદ અને પૂરની ચપેટમાં આવવાથી રાજ્યમાં 350 જેટલા લોકોનું મોત નિપજ્યૂ છે.

You might also like