20 વર્ષથી ચીનમાં કેન્સરનાં દર્દીઓને ઘણી મોટી રાહત આપી રહી છે આ દુકાન…

ચીનના બેઈજિંગમાં કેંસરના દર્દીઓ માટે એક અનોખી હોસ્પીટલ છે, જેના વિશે તમને જાણીને પણ આશ્ચર્ય થશે. કેન્સર હોસ્પીટલ પાસે એક એવી દુકાન છે જે કેન્સરનાં દર્દીઓને સારવાર બાદ વાળની વિગ ઉપલબ્ધ કરાવાય છે. અક્સર કેન્સરનાં દર્દીઓને કીમોથૈરાપી બાદ પોતના અસલી વાળોને ખોવા પડતા હોય છે. એવામાં આ દુકાન તેમના માટે વરદાન સમાન છે.

અહીં લોકો જેવા પ્રકારની વિગ ઈચ્છે છે તેવી તેમને ખુબ સરળતાથી મળી જતી હોય છે. વાંગ ફેંગ નામનો વ્યક્તિ મોટે ભાગે કેન્સરનાં દર્દીઓ માટે વિગ બનાવતો હોય છે. આ દુકાન જિલ્લાનાં આસપાસનાં ક્ષેત્રમાં ઘણી ફેમસ છે.

વાંગનાં અસલી વાળોની વિગ બનાવવાની આ દુકાન 20 વર્ષ જુની છે. આ પહેલા તે સલુન હતી, જ્યાં લોકો વાળ કપાવવા માટે આવતાં હતાં, ક્યારેક ક્યારેક દર્દીઓ પણ વાંગની દુકાનમાં આવતાં હતાં.

તેઓ સિંથેટિક ફાઈબરથી બનેલી વિગ માંગ્યા કરતા હતા. વાંગે કેન્સરનાં દર્દીઓની માંગને ધ્યાનમાં રાખીને અન્ય લોકોની તુલનામાં કેન્સરનાં દર્દીઓને પ્રાથમિકતા આપવાનું શરૂ કર્યુ હતું, તેમણે ધીરે ધીરે વિગમાં સિંથેટિકની જગ્યા માનવ વાળ વાપરવાનાં શરૂ કર્યા, જેમાં વાંગે માણસનાં વાલ વેચનાર કારખાનાની મદદ લીધી હતી.

આ કારખાનામાં તેઓ વધારેમાં વધારે માનવવાળ ખરીદી શકતાં હતાં. વાંગનાં જણાવ્યાં અનુસાર એક વાર એક મહિલાએ પોતાની તસ્વીર બતાવતા પોતાનાં વાળ જેવી એક વિગની માંગ કરી હતી, જે વાળને તેઓ સારવાર બાદ ખોઈ બેઠા હતાં, વાંગે મહિલાનાં કહ્યાં અનુસાર તેનાં પહેલાનાં વાળ જેવી એક વિગ તૈયાર કરીને આપી દીધી હતી. ત્યાર બાદ મહિલાએ તેમનો ભાવુક થઈને આભાર વ્યક્ત કર્યો હતો.

You might also like