યોગીએ 21 વર્ષની ઉંમરમાં છોડી દીધું હતું ઘર

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશમાં આજથી યોગી રાજની શરૂઆત થશે. આજે યોગી આદિત્યનાથની દેશની સૌથી મોટા પ્રાંતના મુખ્યમંત્રી તરીકે તાજપોશીલ થશે. સીએમ બનવા પર એમનું આખું ગામ અને પરિવારમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આદિનાથે 21 વર્ષની ઉંમરમાં જ પરિવાર છોડી દીધું હતું અને એ ગોરખપુર આવી ગયા હતા. એમના પિતા 24 વર્ષ પહેલા ઉત્તરાખંડના એક ગામમાં સંન્યાસની દીક્ષા લેનાર પુત્રને મનાવવા આવ્યા હતા, પરંતુ એમણે ખાલી હાથે પરત આવવું પડ્યું હતું. માં દુખી થઇ ગઇ હતી, પરંતુ એ એના પુત્ર માટે સતત પ્રાર્થના કરતી રહી હતી. આજે એ સંન્યાસી સીએમ બનવા જઇ રહ્યા છીએ તો ઘરે જ નહીં આખું ગામ જશ્ન મનાવી રહ્યું છે.

સંન્યાસ લીધા બાદ પુત્રનું નામ બદલાઇ ગયું અને રહેવાનું પણ બદલાઇ ગયું. ઉત્તરાખંડના પંચુર ગામના અજય સિંહ બિષ્ટ આજ સત્તાના ટોચ પર પહોંચી ચૂક્યા છે. ખૂબ મોટી જવાહદારી સંભાળવા જઇ રહ્યા છે. યોગીના પિતા આનંદ સિંહનું કહેવું છે કે યૂપીમાં ગુંડારાજ ખતમ થઇ જવું જોઇએ અને સૌનો સાથ અને સૌનો વિકાસ થવું જોઇએ. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એમના ગામમાં રહેલી બાબા ગોરખનાથ ડિગ્રી કોલેડનો હવે ઉદ્ધાર થઇ જશે અને એ હવે સરકારી કોલેજ બની જશે.

નોંધનીય છે કે લખનઉમાં સ્મૃતિ ઉપવનમાં હજારો લોકોની હાજરીમાં ભવ્ય સમારોહની વચ્ચે યોગી આદિત્યનાથ જ્યારે મુખ્યમંત્રી પદની શપથ લઇ રહ્યા હશે, ત્યારે પંચરમાં માં સાવિત્રી દેવી પોતાના સંન્યાસી પુત્ર માટે આંચલ ભરીને પ્રાર્થના કરી રહી હશે.

યોગી આદિત્યનાથનું સાચું નામ અજય સિંહ બિષ્ટ છે. યોગી આદિત્યનાથનો જન્મ 5 જૂન 1972માં ઉત્તરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના એક નાના ગામ પંચૂરમાં થયો, એમના પિતાનું નામ આનંદ સિંહ બિષ્ટ છે જે ગામમાં રહે છે. યોગી આદિત્યનાથના ભાઇ મહેન્દ્ર સિંહએ કહ્યું કે અમે કોઇ દિવસ વિચાર્યું પણ નહતું કે તેઓ સીએમ પદ સુધી પહોંચશે. મહેન્દ્ર સિંહે કહ્યું કે તેઓને હંમેશાથી સમાજસેવાની ભાવના હતી અને એ દિશામાં આગળ વધ્યા છે. એમના ભાઇએ જણાવ્યું કે યોગીએ 1993માં ગોરખપુર ચાલ્યા ગયા હતા અને 21 વર્ષે ઘર છોડી દીધું હતું.

http://sambhaavnews.com/

You might also like