દેશનાં 45માં ન્યાયાધીશ દીપક મિશ્રા અંગેનાં અજાણ્યા સત્યો

નવી દિલ્હીઃ જસ્ટીસ દિપક મિશ્રા દેશના 45મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવ્યા. જસ્ટીસ જે.એસ. ખેહર 27 ઓગસ્ટે મુખ્ય ન્યાયાધીશના પદેથી સેવા નિવૃત્ત થઈ ગયા છે. જસ્ટીસ દિપક મિશ્રા આશરે 13 મહિના સુધી ચીફ જસ્ટીસના પદ પર રહેશે.

જસ્ટીસ દિપક મિશ્રાએ અનેક ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. આઝાદી બાદ ભારતમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટ જ્યારે રાત્રે બેઠી હતી. ત્યારે જસ્ટીસ દિપક મિશ્રાની આગેવાનીમાં બેંચે મુંબઈ બ્લાસ્ટના દોષી યાકુબ મેમનની દયા અરજી પર રાતભર સુનાવણી કરીને તેને ફગાવી દીધી હતી.

કોણ છે દિપક મિશ્રા ? 
જસ્ટીસ દિપક મિશ્રાનો 3 ઓક્ટોબર 1953માં થયો હતો જન્મ
14 ફેબ્રુઆરી 1977માં ઓરિસ્સા હાઈકોર્ટમાં શરૂ કરી હતી વકીલની પ્રેક્ટિસ
1996માં ઓરિસ્સા હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમાયા
મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં એમનું ટ્રાન્સફર કરાયું
2009માં પટના હાઈકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયા
24 મે 2010માં દિલ્લી હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ પદે ટ્રાન્સફર થયું
10 ઓક્ટોબર 2011માં દિપક મિશ્રા સુપ્રીમ કોર્ટના જજ બન્યા
જસ્ટીસ દિપક મિશ્રાએ કાર્યકાળમાં આપ્યા ઐતિહાસિક ચુકાદા
30 નવેમ્બર 2016માં જસ્ટીસ દિપક મિશ્રાએ આપ્યો ઐતિહાસિક ચુકાદો
દેશના સિનેમા ગૃહોમાં ફિલ્મ પૂર્વે રાષ્ટ્રગાન ચલાવવું ફરજિયાત બનાવ્યું
મુંબઈ બ્લાસ્ટ કેસના દોષી યાકૂબ મેમને ફાંસીની સજા સંભળાવી
આઝાદી બાદ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત રાતભર સુનાવણી ચાલી
દિપક મિશ્રાએ યાકૂબ મેમનની દયા અરજી ફગાવી હતી
અરજી ફગાવ્યા બાદ યાકૂબને વહેલી સવારે ફાંસી અપાઈ હતી
નિર્ભયા બળાત્કાર કેસમાં પણ 3 દોષીને ફટકારીને છે ફાંસીની સજા

You might also like