ચપ્પાના ઘા ઝીંકી ગાયની હત્યા કરાતા ભારે તંગદીલીઃ ચાર ઈસમની ધરપકડ

અમદાવાદ: દાંતા તાલુકાના માનપુર ગામે મોડીરાતે ચાકુના ઘા ઝીંકી ગાયની હત્યા કરવામાં અાવતા અા ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે તંગદીલી ઊભી કરી છે. અા અંગેની વિગત એવી છે કે દાંતા તાલુકાના માનપુર ગામે રાત્રીના સમયે એક ગાય ખેતરમાં ચરતી હતી ત્યારે ચાર શખસોએ ખેતરમાં પહોંચી જઈ ઉપરાઉપરી ચાકુના ઘા ઝીંકી ગાયની હત્યા કરી હતી. ગાયની હત્યાની વાત વાયુવેગે પસરતા લોકોનાં ટોળેટોળાં એકત્ર થયા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે તંગદીલી છવાઈ હતી.

ગાયની હત્યાના પગલે અા વિસ્તારમાં કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુસર પોલીસ અધિકારીઓએ તાબડતોબ માનપુર ખાતે પહોંચી જઈ સજ્જડ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર ચાપતી નજર રાખી વધુ ઉહાપોહ થાય તે પહેલાં જ ગાયની હત્યા કરનાર અૈયુબ પિરાભાઈ વગદિયા, જમાલુદ્દીન સલીમ વગદિયા, અારિફ ઈબ્રાહીમ વગદિયા અને ઈસરાઈલ વલ્લાભાઈ વગદિયા નામના ચાર ઈસમની ધરપકડ કરી લોકઅપ ભેગા કરી દીધા હતા. દાંતા પોલીસ સ્ટેશનમાં અા અંગે ગુનો દાખલ કરવામાં અાવ્યો છે. પોલીસે તકેદારીના પગલાંરૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સઘન પેટ્રોલિંગ ચાલુ રાખ્યો છે.

http://sambhaavnews.com/

You might also like