ઘૂંટણના દુખાવામાં રાહત આપશે અઠવાડિયામાં ઓછામાં ઓછું ૪પ મિનિટનું ઝડપી વોક

ગંભીર રોગોના ભોગ બનીને જીવને અકાળે જોખમમાં ન મૂકવો હોય તો વીકમાં ૧પ૦ મિનિટ એકસરસાઇઝ કરવી આવશ્યક છે એવું અમેરિકાની નોર્થ વેસ્ટર્ન મેડિસીનના રિસર્ચરોનું કહેવું છે. જો આટલી કસરત ન થઇ શકતી હોય તો જેટલી થાય એટલી કરવી જોઇએ. સૌથી ઓછી વીકમાં ૪પ મિનિટની કસરતના પણ ઘણા ફાયદા છે. અભ્યાસુઓની વાત માનીએ તો અઠવાડિયે પોણો કલાક બ્રિસ્ક વોકિંગ કરવાની આદત રાખશો તો ઘૂંટણમાં થતા ઘસારાને બચાવી શકાશે. રિસર્ચરોએ બે વર્ષ સુધી વીકમાં સરેરાશ ૪પ મિનિટનું ઝડપી વોક કરનારા લોકોના ઘૂંટણની તપાસ કરીનેે નોંધ્યું હતું કે નિયમિત બ્રિસ્ક વોક કરનારા ૮૦ ટકા લોકોના ઘૂંટણની કન્ડિશન સારી હોય છે અને તેમને આર્થાઇટિસની સંભાવના ઘટે છે. ૧૦ મિનિટના બ્રિસ્ક વોકના ચારથી પાંચ સેશન્સ અઠવાડિયામાં કરવામાં આવે તો એનાથી ઘૂંટણની મૂૂવમેન્ટ, સાંધાના સ્નાયુઓ અને સાંધાને સપોર્ટ કરતા લિગામેન્ટસ પણ સ્વસ્થ રહે છે.
http://sambhaavnews.com/

You might also like