રસોઈ ટિપ્સ

* માવા જલેબી કે સાદી જલેબી જ્યારે પણ બનાવવી હોય ત્યારે જલેબી બનાવવા માટેના ખીરાનો આથો લાવવા માટે ૨૪ કલાક જરૂરી છે. આથા વગરની જલેબી સારી બનશે નહીં.

* બીસીબેલે ભાત કર્ણાટકની લોકપ્રિય વાનગી છે. તેને ગુજરાતી ટચ આપી શકાય. ભાતમાં અન્ય શાકભાજીનો ઉપયોગ કરી શકાય. આંબલીના પલ્પમાં થોડું ગળપણ સ્વાદ મુજબ ઉમેરી શકાય.

* અત્યારે ઉનાળાની ગરમીમાં ઝડપથી બરફ જમાવવો હોય તો ફ્રિઝમાં જ ગરમ પાણી રાખવાથી તેનો બરફ જલદી બનશે.

* મેથીની કડવાશને દૂર કરવા માટે સમારેલી મેથીમાં મીઠું નાખીને થોડી વાર માટે રાખી મૂકો કડવાશ ઓછી થશે.

* કાચું શાક સલાડની જેમ ઉપયોગમાં લેતા પહેલાં તેને એક વાર પોટેશિયમ પરમેંગેનેટમાં ધોઇને ઉપયોગમાં લેવું અત્યંત આવશ્યક છે.

* તાત્કાલિક ઉપયોગમાં લેવાનું થાય તો નવશેકા પાણીમાં એક ટી.સ્પૂન હળદર અને મીઠું નાખી પાંચ મિનિટ માટે પલાળીને કોરાં કરી લો. પેસ્ટિસાઈડ્સની અસર દૂર થઈ જશે.

* ફ્લાવરનું શાક બનાવવા માટે ફલાવરના ટુકડા ચઢ્યા બાદ પણ એવા જ જાળવી રાખવા માટે તેમાં એક ટી.સ્પૂન દૂધ કે વિનેગર મિક્સ કરવાથી તેનો સ્વાદ અને રંગ બંને જળવાઈ રહેશે.

* ખીર કે બાસુંદી બનાવવી હોય અને દૂધ ઉકાળવા મૂક્યું હોય તો તે તપેલી પર લાકડાનો ટુકડો કે વેલણ મૂકશો તો તે એકદમ ઉભરાશે નહીં.

* ડબ્બામાં બિસ્કિટ ભરતા પહેલાં તળિયે બ્લોટિંગ પેપર મૂકવાથી ઝડપથી ખરાબ થશે નહીં ને ક્રિસ્પી પણ એવાં જ રહેશે.

You might also like