રસોઈ ટિપ્સ

* ડોનટમાં સિઝન પ્રમાણેનાં ફ્રૂટનો ઉપયોગ કરી શકાય.
* ખાટો કે મીઠો એક જ ટેસ્ટ ન ભાવે તો બાળકોને મિક્સ ફ્રૂટનો જામ બનાવીને પણ ડોનટમાં ઉપયોગમાં લઈ શકાય.
* ખાસ કરીને જમરૂખ, પાઈનેપલ રાસબેરી, સ્ટ્રોબેરી, મેંગો, એપલ અને મિક્સ ફ્રૂટ જામનો ઉપયોગ કરવાથી ડોનટને વધુ સ્વાદિષ્ટ બનાવી શકાય.
* બારે માસ મળતું ફ્રૂટ એપલ ખાવાથી બાળકોના સ્વાસ્થ્યમાં આયર્નની ઉણપ દૂર થાય છે અને તેમનો ગ્રોથ પણ વધુ ઝડપથી થાય છે.
* એપલમાં રહેલું પેક્ટિન ગ્લાકટ્રોનિક એસિડની ઉણપ દૂર કરે છે. જે ઇન્સ્યુલિનનું કામ આપે છે. તેમાં રહેલું ક્વરસિટિન બાળકોના શરીરની રક્તવાહિનીઓને થતા નુકસાન સામે રક્ષણ આપે છે.
* એપલમાં રહેલું ક્વરસિટિન તત્ત્વ એન્ટિ ઓક્સિડન્ટ છે જે બાળકોની ઈમ્યુન સિસ્ટમને ખૂબ મજબૂત બનાવે છે
* બાળકોને દરરોજ સ્ટ્રોબેરી ખવડાવવામાં આવે તો તેમના દાંત પર પડતા ડાઘ કે દાંત પીળા થતા અટકે છે. સ્ટ્રોબેરીમાં રહેલું એસિડ દાંતને ચમકદાર બનાવે છે સાથે પેઢાંને પણ મજબૂત કરે છે.
* સ્ટ્રોબેરીનો ઉપયોગ જામ શેઇક આઈસક્રીમ કે ગાર્નિશિંગ સહિત અનેક રીતે કરી શકાય છે. ખાસ કરીને બાળકોને સ્ટ્રોબેરી ચોકલેટ સલાડ, કેક, સ્મૂધી, ક્રીમ, ચીઝ, ટાર્ટ, જેલી વગેરે બનાવીને આપી શકાય.
* સ્ટ્રોબેરીમાં સોડિયમ અને સુગર ન હોવાથી લૉ ફેટ કેલરી ફ્રૂટ ગણાય છે. બાળકોને એક કપ સ્ટ્રોબેરી ખવડાવવાથી અન્ય કોઈ નાસ્તા આપવાની જરૂર રહેતી નથી ને વજન પણ નિયંત્રણમાં રહે છે.

You might also like