રસોઈ ટિપ્સ

* ચોકલેટનો સ્વાદ વધારવા માટે ચોકલેટ કેકના મિશ્રણમાં ૧/૨ ચમચી કોફી પાઉડર ઉમેરવાથી તેનો સ્વાદ વધી જશે.

* પૌષ્ટિક સલાડ ડ્રેસિંગ બનાવવા માટે બાલસામિક વિનેગર + મધ + એકસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ સરખા ભાગે ઉપયોગમાં લેવાથી સલાડ ડ્રેસિંગ વધુ પૌષ્ટિક બનાવી શકાય છે.

* ટામેટાંનો સોસ બનાવતી વખતે તેમાં કાયમ તુલસીનાં પત્તાં અથવા સેલરીનો ઉપયોગ કરો. ખાસ કરીને પિઝા અને પાસ્તા બનાવો ત્યારે આ જ સોસ ઉપયોગમાં લો તો વધુ સ્વાદિષ્ટ લાગશે.

* કોઈ પણ સૂપ બનાવતી વખતે પાણીના બદલે હંમેશાં ‘વેજિટેબલ સ્ટોક’નો ઉપયોગ કરો, તે સ્વાદ અને તંદુરસ્તી માટે પણ લાભદાયી છે.

* તમારા દૈનિક ભોજન અથવા સલાડમાં સૂકો મેવો ઉમેરવાનો પ્રયોગ કરો. તે ખાવા માટેનો સારો ચરબીયુક્ત અને હેલ્ધી ખોરાક હોવાથી દિવસ દરમિયાનના એક વખતના ખોરાકમાં ખાસ તેનો ઉપયોગ કરો.

* ચોકલેટને કાયમ ‘ડબલ બોઈલર’ અથવા માઈક્રોવેવમાં જ ઓગાળો અને શરૂઆત ૩૦ સેકંડથી કરો બળશે નહીં.

* ‘કૂકી’ નો તૈયાર કરેલો લોટ (ડવ) બેક કરતાં પહેલાં હંમેશાં તેને ૩૦ મિનિટ માટે ફ્રીઝમાં મૂકો. આમ કરવાથી કૂકીને સારી રીતે બૅક કરવામાં મદદ મળશે.

* સ્મૂધીઝ બનાવતી વખતે સ્મૂધીના મિશ્રણમાં ૧-૨ ચમચી ઓટ ઉમેરો, જેથી સ્મૂધીઝનો દેખાવ પણ સારો લાગશે અને પેટ પણ ભરાશે

* ફુદીનાની ચટણી બનાવતી વખતે તેને વધુ સમય મિક્સરમાં પીસવાથી કડવાશ આવી જશે. તેને ખરલમાં વાટવાથી તેનો સ્વાદ જળવાઈ રહેશે.

You might also like