રસોઈ ટિપ્સ

*     ઉનાળાની સિઝન શરૂ થતાં જ માર્કેટમાં તરબૂચ મળવાનાં શરૂ થઇ જાય છે. તરબૂચમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સનો ભંડાર છે. તરબૂચમાં ૯૦ ટકા પાણી હોય છે.

*     તરબૂચનો ઉપયોગ કરવાથી જે રસાયણ તત્ત્વો મળે છે તે બ્લડપ્રેશરને નોર્મલ રાખે છે અને તેનાં ઘટક તત્ત્વો બીજા એમિનો એસિડમાં ફેરવાઈ જાય છે.

*     તરબૂચ ટાઇપ-૨ ડાયાબિટીસને રોકવામાં પણ મદદરૂપ બને છે. આમાં અન્ય ઘટક તત્ત્વો પણ રહેલાં છે જે શરીરને રાહત આપે છે.

*     તરબૂચમાં લાયકોપેન નામનું રંજકદ્રવ્ય, વિટામિન ‘બી-૬’, ‘સી’ અને ‘એ’ નૉર્મલ તરબૂચ કરતાં વધુ માત્રામાં છે.

*     તરબૂચમાં પણ વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. વિટામિન-સી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે અને રોગનો સામનો કરે છે.

*     તરબૂચમાં રહેલો વિટામિન-સી આંખોના મોતિયાના સંકટને ઓછું કરવામાં મદદ કરે છે. તરબૂચ શરીરનું ઓવરઓલ ટેમ્પરેચર સમતલ રાખે છે.

*     તરબૂચમાં વિટામિન-એ ભરપૂર પ્રમાણમાં રહેલું છે જે કોઈ પણ ઈન્ફેક્શનથી બચાવે છે.

*     તરબૂચ અસ્થમા, આર્થરાઈટિસ, કૉલોન કેન્સર અને ડાયાબિટીસમાં  ઉપચારાત્મક પ્રભાવ કરે છે.

*     ડાયાબિટીસ માટે તરબૂચનાં બીજ ફાયદાકારક સાબિત થાય છે.

*     કાપેલા તરબૂચના ૧૦૦ ગ્રામ ટુકડામાં ૩૦ કેલરી હોય છે, ૦.૧૫ ગ્રામ એટલે કે ઝીરો ફેટ હોય છે અને ૯૨ ગ્રામ પાણી હોય છે. ૬.૨૦ ગ્રામ સુગર, ૭.૫૫ ગ્રામ કાર્બોહાઇડ્રેટ અને ૦.૬૧ ગ્રામ પ્રોટીન હોય છે.

You might also like