રસોઈ ટિપ્સ

*     ચણાના લોટના પકોડાને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં ઝીણી સમારેલી મેથી અને થોડું લસણ નાખો, પકોડા ખૂબ સ્વાદિષ્ટ બનશે.

*     ઢોકળાં કે ઈદડાં બનાવતી વખતે તેનો સ્વાદ વધારવા તેને બાફવા મૂકતાં પહેલાં તેના પર સાંભાર મસાલો કે ચાટ મસાલો ભભરાવથી ઢોકળાંનો સ્વાદ બદલાઈ જશે.

*     ચણાની દાળના ખમણ નરમ બનાવવા તેને બાફતી વખતે બનાવતી વખતે જ સહેજ ગરમ પાણી, મીઠું સ્વાદનુસાર અને લેમન ફ્રૂટ સોલ્ટ નાખો.

*     કોઈ પણ લોટની વાનગી બનાવતી વખતે તેમાં ગરમગરમ ઘી-તેલનું મોણ નાખશો તો વાનગી વધુ સ્વાદિષ્ટ બનશે.

*     ઘરે મલાઈમાંથી ઘી બનાવતી વખતે તેમાં થોડું પાણી છાંટવાથી ઘી સારું બનશે.

*     ભરેલાં કેપ્સિકમ જલદી અને ઓછા તેલમાં બનાવવા હોય તો તેને બનાવતા પહેલાં અડધો કલાક ગરમ પાણીમાં રહેવા દો. નરમ થઈ ગયેલાં કેપ્સિકમ ઓછા તેલમાં જલદી ચઢી જશે અને સ્વાદિષ્ટ પણ બનશે.

*     ઢોકળાંને નરમ બનાવવા તેમાં આથો નાખતી વખતે મલાઈ મિક્સ કરશો તો ઢોકળાં પોચાં બનશે.

*     ભરેલું કોઈ પણ શાક ઝડપથી બનાવવું હોય તો ચણાનો લોટ શેકવાની તસદી ન લેશો. મમરાનો ભૂકો, દાળિયા પાઉડર કે ગાંઠિયાનો ભૂકો ઉપયોગમાં લઈ ભરેલાં શાક કે મરચાં બનાવવાથી સ્વાદ વધશે.

*     જો બિસ્કિટને હવા લાગવાથી નરમ પડી ગયાં હોય તો બિસ્કિટ પર દૂધ લગાવી ધીમા તાપે ઑવનમાં રાખો. બિસ્કિટનો સ્વાદ જળવાશે ને કરકરાં બનશે.

You might also like