રસોઈ ટિપ્સ

* દાળ કે ચોખા રાંધતી વખતે તેમાં ઉભરો ન આવે તે માટે એક ચમચી ઘી કે તેલ ઉમેરવું.

* ભરેલા પરવળ કે કારેલાં બનાવતી વખતે પરવળ કે કારેલાંમાં ઊભા કાપા પાડી તેને ગરમ પાણીમાં અથવા વરાળમાં અધકચરાં બાફી લો જેથી તેમાં મસાલો ભરવામાં સરળતા રહેશે અને
પરવળ-કારેલાં તૂટશે પણ નહીં.

* બટાકા બાફતી વખતે તેમાં થોડો લીંબુનો રસ ઉમેરવાથી બટાકાનો રંગ એકદમ સફેદ રહેશે અને તેની બનાવેલી વાનગી પણ સારી દેખાશે.

* કોઈ પણ શાકની ગ્રેવી ઘટ્ટ બનાવતી વખતે મસાલાની સાથે તેમાં થોડું નારિયેળનું છીણ અને મગજતરીનાં બીજનો ભૂકો મિક્સ કરવાથી શાકની ગ્રેવી ઘટ્ટ બનવા સાથે તેનો સ્વાદ અને સુગંધ વધી જશે.

* આલુ પરાઠા બનાવતી વખતે બટાકાના મિશ્રણમાં થોડી અથાણાની ગ્રેવી મિક્સ કરવાથી આલુ પરાઠાનો સ્વાદ વધશે.

* કાકડી, સફરજન, પીચ વગેરેની છાલ ફેંકી ન દેતા તેને સૂકવીને તેનો પાઉડર બનાવી રાખી મૂકો જ્યારે પણ કોથમીરની ગ્રીન ચટણી બનાવો ત્યારે તેમાં જરૂર મુજબ થોડો ડ્રાય પાઉડર ઉમેરો, ચટણી એકદમ સ્વાદિષ્ટ લાગશે.

* બટાકાને બ્રાઉન રંગના અને કરકરા બનાવવા માટે તેને બેક કરતાં પહેલાં કાંટાથી કાણાં પાડી પછી બેક કરવાથી કરકરા બનશે.

* કોઈ પણ વાનગીમાં ડ્રાય હર્બ્સનો ઉપયોગ કરતા પહેલાં તેને ક્રશ કરી ઉપયોગમાં લેવાથી વાનગીની સુગંધ સારી આવશે. રતાળુ બાફીને તળી લો. તેને પનીરને બદલે વાપરવાથી વધુ સ્વાદિષ્ટ લાગશે.

You might also like