રસોઈ ટિપ્સ

* રાગી ફિગર મિલેટ તરીકે ઓળખી શકાય. તેમાં રહેલા પોષક ને ઔષધીય ગુણોને ધ્યાને લેતાં શિયાળામાં રાગીનો ઉપયોગ વાનગીમાં જુદીજુદી રીતે કરવો.

* રાગીના નાના દાણામાં પ્રોટીનનું પ્રમાણ ચોખા જેટલું હોય છે. કેટલાક પ્રકારની રાગીમાં પ્રોટીનનું પ્રમાણ ડબલ થાય છે.

* રાગીના વિવિધ પ્રોટીનમાં રહેલું ઈલ્યુસીન શરીરમાં શોષાઈને સરળતાથી મિક્સ થઈ જાય છે.

* રાગીમાં અન્ય અનાજ કરતાં પાંચથી ત્રીસ ગણુ કેલ્શિયમ રહેલું છે. ફોસ્ફરસ, પોટેશિયમ ને લોહતત્ત્વ પણ ભરપૂર છે.

* રાગી લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ જાળવે છે. તેમાંના કાર્બોહાઈડ્રેટ જેવા કોમ્પ્લેક્સ પાચનમાં મદદરૃપ બને છે.

* રાગીનાં ફાઇટો કેમિકલ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ તત્ત્વ રાગીના દાણાના ઉપરના પડમાં રહેલું હોઈ દાણા આખા રાંધીને ખાવા.

* રાગીમાં રહેલું પોલિફેનોલ્સ ડાયાબિટીસને કાબૂમાં રાખે છે ફૂડ પોઇઝનિંગ કરનાર બેસિલ્સ સેરીયૂસ, સાલ્મોનેલા, સ્ટેફીલોકોક્સ જેવા નરમ કોષને ચેપ લગાડનાર બેક્ટેરિયાનો સામનો કરવામાં રાગી ઉપયોગી છે.

* રાગીના પાસ્તા,પાસ્તા પાપડ, ચકરી, બિસ્કિટ, રોટલા, પિઝા, ઢોકળાં, ઉપમા, મૂઠિયાં, રોટી, પરાઠા જેવી અનેકવિધ વાનગી બનાવી શકાય.

* રાગીમાં લોહતત્ત્વનું પ્રમાણ વધુ હોવાથી એનિમિયા જેવા રોગમાં ફાયદો કરે છે.

* એક ચમચી રાગીનો લોટ, એક ગ્લાસ દૂધમાં લઇ ખાંડ ઉમેરી ઉકાળીને ઉપયોગમાં લઇ શકાય. આ પીણું ફાયદાકારક ને શક્તિવર્ધક છે. રાગીમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ ઘટે છે.

You might also like