રસોઈ ટિપ્સ

* દહીં સારી રીતે અને ઝડપથી જમાવવું હોય તો દૂધમાં મેળવણ ઉમેર્યા બાદ તેને ઢાંકીને મૂકી દેવું. તેને વારંવાર ખોલીને જોવું નહીં. તેમ કરવાથી દહીં ખાટું થઈ જવા ઉપરાંત તેમાંથી પાણી છૂટું પડશે.

* કૂકીસ કે નાનખટાઈ બનાવતી વખતે ઓવન ટ્રેને હંમેશાં પહેલાં ગ્રીસ કરી લેવી જેથી તેમાં મૂકેલી વસ્તુ ટ્રેમાં ચોંટશે નહીં, પરંતુ જો ટ્રે ગ્રીસ કરવાનું તમે ભૂલી ગયા હોવ તો ટ્રેને બહાર કાઢીને એક ભીના કપડાં પર મૂકી દેવી. જેથી કૂકીસ કે નાનખટાઈ ટ્રેમાં ચોંટ્યા વગર સહેલાઈથી બહાર કાઢી શકશો.

* ક્યારેક બટાકા સ્વાદમાં મીઠા-સ્વીટ નીકળે છે ત્યારે બટાકાના ટુકડા કરી તેને મીઠાના પાણીમાં થોડી વાર રાખી મૂકવાથી તેમાંથી સ્વીટનેસ દૂર થશે.

* ભજિયાં-પકોડા સ્વાદિષ્ટ બનાવવા માટે ભજિયાંના ખીરામાં ડુંગળી છીણીને મિક્સ કરવાથી ભજિયાં એકદમ સ્વાદિષ્ટ બનશે.

* મોહનથાળ કે મગસ જેવી બેસનની વાનગી બનાવતી વખતે બેસનમાં થોડો રવો મિક્સ કરવાથી બેસનની મીઠાઈ એકદમ સ્વાદિષ્ટ અને કરકરી બનશે.

* કોઈ પણ પંજાબી સબ્જી બનાવતી વખતે સબ્જીને વઘારતી વખતે તેમાં બધા જ મસાલા નાખી દેવાથી સબ્જીનો સ્વાદ વધી જશે.

* દહીંમાં એક ચમચી મધ ઉમેરી રાખી મૂકવાથી દહીં લાંબા સમય સુધી ફ્રેશ રહે છે અને ખાટુ થઈ જતું અટકે છે.

* લીંબુને ફ્રિઝમાં મૂક્યા વગર બહાર પ્લાસ્ટિકની બેગમાં મૂકી રાખવાથી લીંબુ તાજાં રહે છે.

* કોઈ પણ શિયાળુ પાક બનાવતી વખતે તેમાં થોડો અડદનો લોટ શેકીને ઉમેરવાથી પાક સ્વાદિષ્ટ બનશે.

You might also like