રસોઈ ટિપ્સ

* બીટનો રસ શરીરમાં હિમોગ્લોબિન બનાવે છે. તેમાં પુષ્કળ માત્રામાં આયર્ન હોય છે જે રેડ બ્લડ સેલ્સ બનાવે છે અને શરીરમાં તાજા ઓક્સિજનનો સંચાર કરે છે. એનિમિયાની બીમારીમાં બીટ બહુ લાભદાયક છે. બીટમાં વિટામિન-એ હોય છે.
* બીટમાં રહેલા ક્ષારની વિશેષતા એ છે કે તે શરીરમાંના એસીડોસિસને રોકવામાં અત્યંત ફાયદાકારક છે.
* કમળો, હિપેટાઇટિસ, ડાયેરિયા જેવી સમસ્યામાં બીટનો રસ લીંબુના રસમાં મિક્સ કરી લઇ શકાય છે. લોહીની ઉણપ (એનિમિયા) ઃ બીટમાંથી મળતું ઉચ્ચ ગુણવત્તાનું લોહતત્ત્વ લોહીમાં હિમોગ્લોબિન અને લાલ રક્તકણોની સક્રિયતા માટે અત્યંત પ્રભાવશાળી અસર દેખાડે છે અને શરીરમાં લોહીની કમીને દૂર કરે છે.
* વિશેષજ્ઞોનું માનવું છે કે બીટના રસનું નિયમિત સેવન લોહીના દબાણને નિયંત્રણમાં રાખે છે. લોહીના દબાણને કંટ્રોલ કરવામાં પણ બીટ અત્યંત ગુણકારી છે.
* બીટના મુલાયમ રેસા આંતરડાંની ગતિને જાળવે છે. તેનું નિયમિત સેવન લાંબા સમયની કબજિયાતમાંથી મુક્તિ અપાવે છે. બીટનો રસ નિયમિત પીવાથી ઝેરીલાં તત્ત્વો શરીરમાંથી બહાર નીકળે છે. માત્ર યકૃત જ નહીં પાચનતંત્રનાં હાનિકારક તત્ત્વોને શરીરમાંથી બહાર કાઢી આરોગ્ય પ્રદાન કરે છે.
* બીટની સાથે જો ગાજર પણ લેવામાં આવે તો તે પિત્તાશયનાં હાનિકારક તત્ત્વોને દૂર કરી અંગોની કાર્યક્ષમતા વધારે છે. બીટના રસના નિયમિત સેવનથી કેન્સરના જીવાણુનો નાશ થાય છે ને પાચનક્રિયા મજબૂત બને છે
* જમવામાં પાંદડાંવાળા બીટનો જ ઉપયોગ કરો. જે બીટનો નીચેનો ભાગ ગોળ હોય તે વધુ સ્વાદિષ્ટ હોય છે. તાજાં અને કાચાં બીટમાં એક વિશેષ સુગંધ હોય છે, જે સ્વાદને વધારે છે.

You might also like