રસોઇ ટીપ્સ

* ચોમાસામાં વરસતા વરસાદનો હેલ્ધી નાસ્તો મકાઈ છે. તેમાં ફોસ્ફરસ, મેંગેનીઝ, ઝિંક, કોપર, આયર્ન અને સેલેનિયમ સારા પ્રમાણમાં આવેલું છે.
* મકાઈમાં પોટેશિયમ પણ થોડા પ્રમાણમાં રહેલું છે. મકાઈમાં વિટામિન ‘બી’ સારા એવા પ્રમાણમાં છે.
* પીળી (અમેરિકન) મકાઈ વિટામિન, ‘એ’થી ભરપૂર છે.
* અમેરિકન કોર્નમાં ‘લ્યુટીન’ છે, જે આંખો તેમજ હાર્ટ માટે ઉપયોગી છે.
* મોડી રાત્રે અથવા વધુ માત્રામાં મકાઇ ખાવામાં આવે તો અપચો થઈ શકે.
* મીડિયમ સાઇઝની ફ્રેશ મકાઈના એક ડોડામાં લગભગ ૮૫ કેલરી આવેલી છે
* નાના મકાઈ ડોડા બેબી કોર્ન ઓછી ફેટવાળા અને ઓછા સોડિયમવાળા હોય છે. તે કૉલેસ્ટેરોલ ફ્રી અને વિટામિન ‘સી’થી ભરપૂર છે.
* તેનો વપરાશ પ્રોટીન સાથે કરવામાં આવે તો તે શરીરને એમિનો એસિડ બનાવી આપે છે.
* ૧૦૦ ગ્રામ બેબીકોર્નમાંઃ કેલરી-૨.૬, પ્રોટીન-૨.૫ ગ્રામ, કાર્બોહાઇડ્રેટ-૩.૧ ગ્રામ, ફેટ-૦.૪ ગ્રામ અને ફાઇબર્સ- ૨.૭ ગ્રામ હોય છે.
* મકાઈમાં આવેલાં ફાઇબર્સ કૉલેસ્ટેરોલ ઓછું કરીને કૉલોન કેન્સરના ચાન્સ ઓછા કરે છે. ડાયાબિટીસના દર્દીઓએ ઓછી માત્રામાં ઉપયોગમાં કરવો જોઈએ.તેમાં રહેલું ફૉલેટ નવા સેલ્સ સરળતાથી બનાવે છે.
* મકાઈના તેલમાં ૯૯% ટ્રાઇગ્લિસરાઇડ આવેલા છે. તેનો ઉપયોગ બાયોડીઝલ બનાવવામાં કરવામાં આવે છે. તેમાંનું ફાયટોસ્ટેરોલ બ્લડ કૉલેસ્ટેરોલ ઓછું કરવામાં મહત્ત્વનું કામ કરે છે.

મનીષા શાહ

You might also like