રસોઈ ટિપ્સ

* આલુ પાપડમાં મરી પાઉડર ઉમેરવાથી સ્વાદિષ્ટ બનાવી શકાય. આલુ પાપડ ઉપવાસ કે એકટાણામાં ફરાળી તરીકે ઉપયોગમાં લેવા હોય તો તેમાં મીઠાના બદલે સિંધાલૂણનો ઉપયોગ કરી શકાય.

* બટાકાવડાં બનાવવા માટે તેના માવામાં તેલનો વઘાર કરતી વખતે તેમાં જ કોથમીર ભેળવવાથી તે છૂટી રહેશે અને તેનો લીલો રંગ પણ જળવાઈ રહેશે.

* રાજગરાના લોટમાંથી ક્યારેય સફેદ રંગની વાનગી બનતી નથી. તેની દરેક વાનગી બદામી રંગની બનશે.

* રાજગરા લોટની પૂરી, રોટલી કે પરોઠા સવારે બનાવેલા હોય તે સાંજે પણ ખાતાં ચવડ લાગતા નથી.

* કેળાંને ભીના કપડાંમાં લપેટી પ્લાસ્ટિકની કોથળીમાં રાખવાથી ઘણાં દિવસ સુધી તાજાં રહે છે.

* રતાળુ બાફીને તળી લો. એને પનીરની જગ્યાએ વાપરવાથી વધુ સ્વાદિષ્ટ લાગશે.

* બટાકાને એકદમ બ્રાઉન રંગના અને કરકરા બેક કરવા હોય તો તેને કાંટાથી કાણાં પાડી બેક કરો.

* કાકડી, સફરજન અને પીચની છાલને સૂકવી, ગ્રાઇન્ડ કરી કોથમીરની ચટણી સાથે ભેળવવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે.

મનીષા શાહ

You might also like