રસોઈ ટિપ્સ

* સ્વાદની સાથે બટાકા આપણા આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી છે. વિટામિન બી, વિટામિન સી આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ જેવા પોષકતત્ત્વોથી ભરપૂર હોવાની સાથે બટાકામાં અનેક ચમત્કારી ગુણ છે.

* જો સૂપ કે શાકમાં મીઠું વધુ પડી ગયું હોય તો તેમાં બટાકાના નાના કટકા કરીને નાખો. શાક તૈયાર થયા પછી બટાકા કાઢી લો.

* હાઈ બીપીથી થતી સમસ્યામાં બટાકાનંુ સેવન બ્લડપ્રેશરને સામાન્ય સ્તર પર લાવી શકે છે.

* બટાકામાં રહેલું પોટેશિયમ સોલ્ટ, અમ્લતાની સમસ્યાથી છુટકારો આપશે.

* બટાકા માથાના વાળની અનેક સમસ્યાઓને દૂર કરી વાળને મજબૂત બનાવે છે. બટાકાને ઉકાળ્યા પછી વધેલા પાણીમાં બટાકાનો ટુકડો સ્મૅશ કરીને વાળ ધોવાથી વાળ મુલાયમ બને છે ને વાળનાં મૂળ મજબૂત બને છે.

ઉપરાંત ખોડો, ખરતા વાળથી સમસ્યામાંથી મુક્તિ અપાવશે.

* પાચનસંબંધી રોગમાં કાચા બટાકાનો રસ બહુ ઉપયોગી છે, કારણ કે તે આંતરડામાં થયેલા સોજામાં રાહત આપે છે ને પાચનશક્તિ વધારે છે.

મનીષા શાહ

You might also like