રસોઈ ટિપ્સ

હૃદયરોગના દર્દી માટે ભોજન પછી એક કપ દૂધીના રસમાં થોડા કાળા મરીનો પાઉડર અને ફુદીનો નાખીને પીવાથી હૃદયરોગ જલદી મટે છે.

*દૂધીમાં શ્રેષ્ઠ પ્રકારનો પોટેશિયમ પુષ્કળ માત્રામાં હોય છે, જેને કારણે તે  કિડનીના રોગમાં ખૂબ જ ઉપયોગી છે

*દાઝી જવાથી થયેલા ઘા પર દૂધીની પેસ્ટ લગાડવાથી ફાયદો થાય છે.

*ઉનાળામાં દૂધીના રસમાં સાકર નાખી શરબત બનાવી પીવાથી લૂ લાગતી નથી.

*દૂધી નાખી બનાવેલું તેલ માથામાં નાખવાથી વાળ ખરતા અટકે છે તથા સફેદ થતા અટકે છે.

*દૂધીનો ઉપયોગ આંતરડાની નબળાઈ, કબજિયાત, કમળો, હાઈ બીપી, હૃદયરોગ, ડાયાબિટીસ, શરીરમાં બળતરામાં ખૂબ જ ફાયદાકારક છે.

*તલમાં ઘણા પ્રકારનાં પ્રોટીન જેમ કે કેલ્શિયમ, આયર્ન, ઓક્ઝેલિક એસિડ, એમિનો એસિડ, પ્રોટીન, વિટામિન-બી, સી અને ઈ પુષ્કળ માત્રામાં હોય છે. સાથે જ શ્વાસ ફૂલવા જેવી બીમારીમાંથી રાહત મળે છે. તલથી શરીરને ઊર્જા મળે છે. તલના સેવનથી માત્ર પેટના રોગ જ નહીં પણ બીજા ઘણા રોગમાં પણ લાભ થાય છે.

*દરરોજ ૨૫ ગ્રામ તલ ચાવીને ખાઈ ઉપરથી ગરમ પાણી પીવાથી પેટનો દુખાવો મટે છે.

*જેઓને ખાંસીની તકલીફ હોય તેઓ  તલનું સેવન કરે તો ખાંસીમાં રાહત થશે. જો સૂકી ખાંસી હોય તો તલ-સાકર પાણીમાં ઉકાળી પીવાથી ખાંસી મટે છે.

*તલના તેલ વડે માથામાં માલિશ કરવાથી વાળનો જથ્થો વધે છે ને વાળ ચમકદાર બને છે અને ઓછા ખરે છે.

You might also like