ખૂબસૂરત યુવતી ‘કીસ’ કરી ચોપડી ગઇ લાખોનો ચૂનો

વડોદરા : આપ મેરે સાથે ચલોંગે તેમ કહ્યા પછી રિક્ષા ચાલકને ઉપરાછાપરી ત્રણ ચૂંબન ચોડી દેનાર અપટુડેટ યુવતી ગળામાંથી રૂપિયા પોણા લાખની ચેઇન સેરવી લઇ રવાના થઇ હોવાનો બનાવ કારેલીબાગ પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસ વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા લીલાશા ધર્મશાળા નજીક રહેતો જયેશ મોહનદાસ દામોદરીયા કાપડનો વેપાર કરી ગુજરાન કરે છે. ગતરાત્રે અમીતનગર સર્કલ પાસે જયેશભાઇ દામોદરીયા રિક્ષાની રાહ જોઇને બેઠા હતા.

રાત્રીના સમયે નહીવત અવરજવર વચ્ચે અચાનક અપટુડેટ યુવતી નજરે પડી હતી.  જયેશભાઇની નજર પડી હતી ત્યારબાદ અજાણી અપટુડેટ યુવતી તેમની તરફ આવતા તેઓ સતર્ક થયા હતા.ર્પાસે આવી પહોંચેલી અપટુડેટ યુવતી નજીક પહોંચી ગઇ હતી અને જયેશભાઇને પૂછ્યુ હતું તમે ક્યાં જાવ છો.થોડીવાર પછી વાતનો દોર બદલી નાંખ્યો હતો અને આપ મેરે સાથ ચલો તેમ કહી અપટુડેટ યુવતીએ જયેશભાઇને ખભે હાથ મુકી દીધો હતો.

જીન્સ પેન્ટ અને ટી શર્ટમાં  સજ્જ અપટુડેટ યુવતીએ જયેશભાઇનો હાથ પકડી લીધો હતો ત્યાર પછી અપટુડેટ યુવતીએ ઉપરા છાપરી ત્રણ ચુંબન ચોડી દેતા વેપારી જયેશભાઇ ડઘાઇ ગયા હતા. જયેશભાઇ તેમની જગ્યાએથી ઉભા થાય તે પૂર્વે અપટુડેટ જીન્સ ટી શર્ટધારી યુવતી ત્યાંથી રવાના થઇ હતી. અપટુડેટ યુવતીના બાહુપાશમાં જકડાયેલા જયેશભાઇ દામોદરીયાને ખબર ન પડે તે રીતે અપટુડેટ અજાણી યુવતીએ ગળામાંથી રૂપિયા પોણા લાખની કિંમત ધરાવતી સોનાની ચેઇન સેરવી લીધી હતી.

અપટુડેટ યુવતી રવાના થયા બાદ જયેશભાઇ દામોદરીયાને અચાનક સોનાની ચેઇન યાદ આવી હતી. ગળામાંથી સોનાની ચેઇન ગુમ થઇ હોવાની જાણ થતાં જ તેઓના માથે આભ તૂટી  પડ્યું હતું.આપ મેરે સાથે ચલો તેમ કહી ઉપરા છાપરી ચૂંબન ચોડી દેનાર અપટુડેટ યુવતીની કરેલી માયાજાળમાં ફસાઇ જવાના કારણે રૂપિયા પોણા લાખની કિંમત ધરાવતી સોનાની ચેઇન ગુમાવનાર જયેશભાઇ દામોદરીયાએ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

You might also like