કિશોરે પાંચ વખત માત્ર પત્નીનો મોબાઈલથી સંપર્ક કર્યો હતો

અમદાવાદ: ર૭૦ કરોડના એફેડ્રીન ડ્રગ્સ કેસના મુખ્ય સૂત્રધાર કિશોરસિંહ રાઠોડની ગુજરાત એટીએસએ ગઇ કાલે રાજસ્થાનના બોરા શહેરમાંથી ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર અાવ્યું હતું કે કિશોરનું ડ્રગ્સ કૌભાંડમાં નામ ખૂલતા અમદાવાદથી રાજકોટ, જૂનાગઢ થઇ ઉત્તરપ્રદેશ તરફ નાસી ગયો હતો. તેણે પરિવારજનોને પોતાનો સંપર્ક ન કરવાનું જણાવ્યું હતું.

છેલ્લા નવ મહિનાથી કિશોરસિંહ ફરાર હતો. તે દરમ્યાનમાં તેણે પાંચેક વખત તેની પત્નીનો ફોન પર સંપર્ક કર્યો હતો. કિશોર અમદાવાદથી જૂનાગઢ થઇ રાજકોટ તરફ ગયો હતો. ત્યાંથી તે ઉત્તરપ્રદેશ કુંભના મેળામાં ગયો હતો. નેપાળના કાઠમંડુ ખાતે ભાડે મકાન રાખી રહેતો હતો, જોકે ત્યાં પોતે પોલીસના હાથ ઝડપાશે તેની બીકે ત્યાંથી નાસીને મધ્યપ્રદેશની ચંબલ ઘાટીમાં છુપાયો હતો.

કિશોરના કેટલાક અંડરવર્લ્ડના માણસો સાથે સંપર્ક હોઇ તે મધ્યપ્રદેશમાં તેઓનો સંપર્ક કરી ચંબલની ઘાટીમાં છુપાઇને રહેતો હતો. રાજસ્થાનના બોરા શહેર ખાતે એક સાગરીતને મળવા આવતાં પોલીસે તેને દબોચી લીધો હતો. મધ્યપ્રદેશમાં તેને ત્યાં સ્થાનિકોએ સહારો આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના હાથે ન ઝડપાય તે માટે તે નાના મોબાઇલ ફોન રાખતો અને ફોન પર વાત કરીને સિમકાર્ડ તથા ફોન ફેંકી દેતો હતો.

http://sambhaavnews.com/

You might also like