સુરત કિસાન રેલીમાં અમિત શાહ સહિતનાં નેતાઓ રહ્યા હાજર : ખેડૂતોને પારવાર હાલાકી

સુરત : કડોદરા ચાર રસ્તા ખાતે આજે ભાજપ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાત એકમાધ્યક્ષ વિજય રૂપાણી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સહિતનાં નેતાઓ હાજર રહ્યા હતા. અહીં મોટા પ્રમાણમાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. આ કિસાન મહારેલીમાં ભરૂચ, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાનાં ખેડૂતો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા. જો કે ખેડૂતો માટે કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

માત્ર વીઆઇપી વ્યક્તિઓ માટે જ પંખા મુકવામાં આવ્યા હતા. ઉપરાંત પાણીની પણ ખુબ જ સમસ્યા થઇ હતી. કાળઝાળ ગરમી હોવા છતા પણ ખેડૂતો માટે પંખા મુકવા તંત્રને યોગ્ય લાગ્યા નહોતા. જેનાં કારણે ખેડૂતો ખુબ જ પરેશાન થયા હતા. ઉપરાંત ખેડૂતોને એકત્રીત કરવાનાં હતા માટે આવવા માટે સેંકડો બસો મુકાઇ હતી પરંતુ જવા માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ઉપરાંત બધી રૂટની બસ પણ રેલીનાં કારણે ડાયવર્ટ હોઇ ખેડૂતો શહેરમાં ઠેબે ચડ્યા હતા.

બીજી તરફ ભાજપ દ્વારા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીની આગેવાનીમાં ખેડૂત સંમેલન યોજાઇ રહ્યું છે. સુરત ખાતે યોજાનારી મહારેલીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યા છે. જો કે સુત્રોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ભાજપના્ મંત્રીમંડળ અને સંગઠનમાં ફેરફાર થનાર હોવાથી તેઓ આ મુદ્દે પ્રદેશ નેતાગીરી સાથે વાટાઘાટો કરશે.

You might also like