ખેડૂત આંદોલનની આગ ફેલાઇ : પંજાબ-હરિયાણાનાં ખેડૂતોનું આંદોલન

ચંડીગઢ : ખેડૂત સંગઠનો દ્વારા લોન માફી અને ઉપજના ટેકાનાં ભાવ વધારવાની માંગના મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલન દરમિયાન શુક્રવારે સેંકડો ખેડૂતોએ દિલ્હીને પંજાબ અને હરિયાણા સાથે જોડનાર રાષ્ટ્રીય રાજમાર્ગ-1 સહિત કેટલાક રાજમાર્ગો પર જામ લગાવી દીધો હતો. ખેડૂતોએ અહીંથી લગભગ 45 કિલોમીટર દૂર હરિયાણાનાં અંબાલામાં માર્કેટિંગયાર્ડ નજીકથી પસાર થયો હાઇવે બ્લોક કરી દીધો હતો.

પ્રદર્શનકરનાર ખેડૂતોએ રાષ્ટ્રીય રાજમાર્ગ -1 પર પોતાનાં ટ્રેક્ટરો ઉભા કરી દીધા અને આકરો તડકો હોવા છતા પણ રસ્તા પર બેસી ગયા હતા. ખેડૂત કૃષી ક્ષેત્રમાં સ્વામીનાથ કમીશનનાં તે અહેવાલને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે જેમાં ખેડૂતોને લોન માફી, પાકનાં ટેકાનાં ભાવ વધારવા અને અન્ય માંગણીઓ સ્વિકારવાની વાત કરવામાં આવી છે.

હરિયાણા ખેડૂત સંઘનાં અધ્યક્ષ ગુરનામસિંહે કહ્યું કે અમે કેન્દ્ર સરકારની નીતિઓની વિરુદ્ધ વિરોધ કરવા માટે રાજમાર્ગ પર જામ લગાવ્યો છે. અમે ત્રણ કલાક માટે રાજમાર્ગને જામ રાખશે. અમે શાંતિપુર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને જ્યા સુધી કેન્દ્ર સરકાર અમારી માંગોને નહી માને અમે નહી હટીએ. પાડોશી રાજ્યો પંજાબમાં ખેડૂતોનાં ઔદ્યોગિક શહેર ફગવાડા નજીક હાઇવે બ્લોક કર્યો હતો.

You might also like