કિર્તીદાનના ડાયરામાં નોટોની જગ્યાએ ઉછડ્યા જૂત્તા

સુરતઃ સુરતના યોગીચોક ખાતે ગઇ કાલે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે એક સામાજીક સંસ્થા દ્વારા ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિર્તીદાન ગઢવીના ડાયરામાં સામાન્ય રીતે તો નોટોનો વરસાદ થતો હોય છે. પરંતુ ગઇ કાલે એવી ઘટના બની કે કિર્તીદાને સ્ટેજ છોડીને ભાગવું પડ્યું હતું. ડાયરામાં મોડી રાત્રે જય સરદારના નારા સાથે ટોળુ વિફરતા વાતાવરણ તંગ બન્યું હતું.

તોફાને ચઢેલા ટોળાનો એવો આરોપ હતો કે  કિર્તીદાન પાટીદારોના ગીત નથી ગાતા. ચાલુ કાર્યક્રમે જ ટોળાએ જય સરદારના નારા સાથે ગાદલા અને બૂટ ચંપલ ઉછાળ્યા હતા. આ ઘટનાનાને પગલે ભારે નાસભાગ થઇ હતી. પરિસ્થિતી બેકાબુ થતા કિર્તીદાન ગઢવી પણ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા.

મળતી માહિતી મુજબ સવારથી જ એવો મેસજ સુરતમાં ફરતો થયો હતો કે કિર્તીદાન પાટીદારના ગીતો ગાતા નથી. અને જો અહીં પણ કિર્તીદાન એમ કરશે તો તેમનો વિરોધ કરવામાં આવશે. ડાયરો જામ્યો હતો અને કિર્તીદાન શિવભજનો ગાઇ રહ્યાં હતા. ત્યારે ટોળા દ્વારા આ રીતની અવ્યવસ્થા ફેલાવીને ડાયરાની મજા બગાડવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like