વિદ્યાઅે કહ્યુંઃ ‘તું મારા માટે ‘પિંક’ છે’: કીર્તિ

પિંક ફિલ્મમાં સશક્ત અભિનયથી દર્શકોનું ધ્યાન પોતાના તરફ ખેંચનારી અભિનેત્રી કીર્તિ કુલહારીની અાગામી ફિલ્મ ‘ઇન્દુ સરકાર’ છે. અા ઉપરાંત ઇરફાન ખાન સાથે પણ તેની ફિલ્મ ‘રાયતા’ અાવી રહી છે. કીર્તિ કહે છે કે અા વર્ષે મારી બે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. સ્ક્રિપ્ટ તો ઘણી છે, પરંતુ ફિલ્મોને લઈ હું ચુઝી બની ગઈ છું. એક કલાકાર તરીકે અમારા દરેક દિવસ એકસરખા હોતા નથી. ઘણીવાર ઉચ્ચ-નીચવાળી સ્થિતિ બની જાય છે. મારી જર્નીમાં ઘણીવાર એવું લાગે છે કે શું હું યોગ્ય રસ્તા પર છું. કામ નહીં મળવાની હતાશા પણ હોય છે, જોકે કી‌િર્ત હાથ પર હાથ રાખીને બેઠી નથી. તે કહે છે કે મેં મારાે ગુસ્સો-નિરાશા મારા કામ પર એટલે કે અભિનય પર જ કાઢ્યાં છે, કેમ કે મને એ વાતનો ખ્યાલ છે કે જો કાંઈ કામ અાવશે તો તે માત્ર મારો અભિનય જ હશે. હું હાલમાં મારી લાઈફના સારા ફેઝમાં છું.

હું મારી સફરને અાગળ વધારવા ઇચ્છું છું.
‘પિંક’ ફિલ્મ બાદ કી‌િર્તને કો‌િમ્પ્લમેન્ટ મળવાના શરૂ થઈ ગયા હતા. તે કહે છે કે લોકો અાવીને કહેતા કે તારું કામ સારું લાગ્યું તો ખૂબ જ ખુશી થતી. અા દરમિયાન મને વિદ્યા બાલનનો ફોન અાવ્યો. તેણે મને કહ્યું કે કી‌િર્ત તું મારા માટે ફિલ્મ છે, તું મારા માટે ‘પિંક’ છે, તેની વાત સાંભળીને મારી ખુશીનું ઠેકાણું ન રહ્યું. હું રિયલ લાઈફમાં પણ વિદ્યાને ખૂબ જ માનું છું, તેના કામને પસંદ કરું છું. તેના મોંથી મારાં વખાણ સાંભળીને ખૂબ જ સારું લાગ્યું. મારાં વખાણ મને મારું સ્વપ્ન સાચું ફળવા જેવાં લાગ્યાં. મેં પહેલાં પણ ફિલ્મો કરી, પરંતુ અસલી અોળખ મને ‘પિંક’થી મળી. ‘પિંક’ બાદ હવે લોકો મારી સાથે સેલ્ફી પડાવવા ઉતાવળા થવા લાગ્યા છે. મને વિવિધ સમારંભમાં અામંત્રણ મળવા લાગ્યું છે. ‘પિંક’ ફિલ્મે મારી કરિયરને એ જગ્યાઅે લાવી દીધી છે, જ્યાંથી હું ‌િસ્ક્રપ્ટ મારી શરત પર પસંદ કરી શકું છું. •
http://sambhaavnews.com/

You might also like