હાઇડ્રલ પ્રોજક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ પર બોલ્યા રિજિજૂ, ખબર પ્લાન્ટ કરનારાઓને જૂતાં ખાવાં પડશે

કેન્દ્રીય રાજ્ય મંત્રી કિરણ રિજિજૂએ હાઇડ્રલ પ્રોજેક્ટમાં લાગેલા કરપ્શનના આરોપ પર નિવેદન આપ્યું છે. રિજિજૂએ કહ્યું છે કે તેમની વિરુદ્ધ ખબરો પ્લાન્ટ કરવામાં આવી છે. રિજિજૂએ એક વિવાદિત ટિપ્પણી કરતા કહ્યું કે એવી ખબરો પ્લાન્ટ કરનારા જો તેમના ત્યાં આવશે તો જૂતાં ખાશે. અરુણાચલના હાઇડ્રલ પ્રોજક્ટમાં કરપ્શનના આરોપોમાં કથિત રીતે રિજિજૂનું નામ સામે આવ્યું હતું.
મીડિયાને મળેલી એક રિપોર્ટ પ્રમાણે કિરણ રિજિજૂ અને તેમના પિત્રાઈભાઈ ગોબોઈ રિજિજૂનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રિજૂજૂએ કહ્યું છે કે ગોબોઈ નામનો તેમનો કોઈ ભાઈ નથી.

મીડિયાને મળેલા રીપોર્ટ પ્રમાણે અરુણાચલના સૌથી મોટા હાઇડ્રલ પ્રોજેક્ટમાંથી એક કામેંગ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કરપ્શનની વાત સામે આવી છે. નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન (NEEPCO)ના ચીફ વિજિલેન્સ ઓફિસર સતીશ વર્માની 129 પેજની રિપોર્ટમાં રિજિજૂ, તેમના કથિત ભાઈ સહિત કોર્પોરેશનના બીજા ઉચ્ચ અધિકારીઓના નામ હોવાની વાત કહેવામાં આવી રહી છે.

You might also like