કેજરીવાલને બ્રિટનની હવા મગજમાં ભરાઇ ગઇ છે : કિરણ

નવી દિલ્હી : જનમતસંગ્રહ બાદ યૂરોપિયન યૂનિયનથી બ્રિટન અલગ થઇ ગયું. બ્રિટન ભલે દિલ્હીથી દુર હોય અને કદાચ જ તેની અસર દિલ્હી પર થોડી પડે. પરંતુ આ સમગ્ર ચળવળ દાલ હવે દિલ્હીની સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ તેને રાજકીય મુદ્દો બનાવી લીધો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે સરકાર પણ દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે આ પ્રકારનું જ કોઇ આયોજન કરવા અંગે વિચારી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર લાંબા સમયથી દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટેની માંગણી કરી રહી છે. સરકારને દરેક વખતે કેન્દ્રનાં વલણ અને રાજનીતિક દબાણનાં કારણે આ મુદ્દે પાછુ હટવું પડે છે. પરંતુ બ્રિટનમાં થયેલ સંગ્રહે દિલ્હીમાં રાજકીય ગર્મી ફરીથી વધારી દઈદી છે. કેજરીવાલે શુક્રવારે ટ્વિટ કરીને કહ્યું કે યુકે રેફરેન્ડમ બાદ ટુંકમાં જ દિલ્હીમાં પણ પુર્ણ રાજ્યનાં મુદ્દે લોકોનાં મંતવ્યો મંગાવવામાં આવશે.

દિલ્હીમાં જનમતસંગ્રહ મુદ્દે કેજરીવાલની વાતની ભાજપે આકરી પ્રતિક્રિયા આપી હતી. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે તેમને પણ શું બ્રિટનનો નશો ચડ્યો છે કે શું ? આ દેશ સંવિધાનથી ચાલે છે કોઇ વ્યક્તિનાં નિવેદનથી નહી.

You might also like