દેશમાં સુરક્ષીત વાતાવરણ બનાવવું માત્ર સરકારની જવાબદારી નહી : રિજિજૂ

નવી દિલ્હી : ગૃરાજ્યમંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે દેશમાં સુરક્ષીત વાતાવરણ બનાવવાની જવાબદારી માત્ર કેન્દ્ર સરકારની નથી. આ વાતાવરણ માટે દેશનાં તમામ લોકોની જવાબદારી છે. તેમણે દાદરીમાં થયેલી ઘટના અંગે પુછાયેલા સવાલનો રાજ્યસભામાં જવાબ આપ્યો હતો. તેમનું કહેવું હતું કે દાદરી હત્યાકાંડ માટે કેંદ્ર સરકારે ક્યારે પણ ઉત્તર પ્રદેશને દોષીત નથી ઠેરવ્યા. ન તો આ ઘટના ને સરકારે ક્યારે પણ યોગ્ય ગણાવી છે.

દેશમાં સુરક્ષીત વાતાવરણ બને તે માત્ર કેન્દ્ર કે રાજ્ય સરકારોની જવાબદારી નથી. આવું વાતાવરણ બનાવવા માટે તમામ લોકોએ મળીને સહિયારો પ્રયાસ કરવો પડશે. રિજિજુએ દાદરી હત્યાકાંડને એક વરવી ઘટના ગણાવી હતી. રિજિજુએ જણાવ્યું કે આ પ્રકારની ઘટના બાદ જે પગલા ઉઠાવવામાં આવવા જોઇતા હતા તે પણ ઉઠાવ્યા હતા. તેમણે રાજ્યસભામાં કહ્યું કે આ ઘટના બાદ એક એકવાઇઝરી પણ બહાર પાડવામાં આવી હતી. જેમાં સ્પષ્ટરીતે કહેવાયું હતું કે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દનું વાતાવરણ બગાડનારા લોકોની વિરુદ્ધ સરકાર સખત કાર્યવાહી કરશે.

ઉલ્લેખનીય છે કે ગત્ત વર્ષે બીફ પર થયેલી બબાલ બાદ ઉત્તર પ્રદેશનાં દાદરીમાં થોડાક લોકોએ મળીને એક મુસ્લિમની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ બીફ અને દાદરીમાં મૃત્યુ પામેલા વ્યક્તિ અખલાક મુદ્દે ભારે હોબાળો પણ થયો હતો. કેટલાક મોટા નેતાઓ જેમાં હૈદરાબાદનાં અસદુદ્દીન ઓવૈસીનો પણ સમાવેશ થાય છે. અખલાકનાં પરિવારને મળવા પહોંચ્યો હતો. આ વિવાદ ખુબ ચગ્યો હતો.

You might also like