લગ્નોપરાંત બળાત્કાર અંગે સરકાર લાવશે કડક કાયદો : રિજિજુ

નવી દિલ્હી : ગૃહરાજ્યમંત્રી કિરણ રિજિજૂએ જણાવ્યું છે કે સરકાર ટુંક જ સમયમાં વિવાહોપરાંત બળાત્કાર એટલે કે મેરિટલ રેપ પર કાયદો બનાવવા માંગે છે. સરકારે કહ્યું કે તે મેરિટલ રેપનો ક્રાઇમ કેટેગરીમાં લાવવા માટે ટુંક જ સમયમાં કાયદો બનાવવા માંગે છે. તે માત્ર લો કમિશનનાં રિપોર્ટની રાહ જોઇ રહ્યા છે, જેથી આઇપીસીની જુની કલમોમાં ફેરફાર કરવામાં આવી શકે. કમિશન પાસે આ અંગે મંતવ્ય માંગવામાં આવ્યું છે.
રિજિજુએ શુક્રવારે રાજ્યસભામાં કહ્યું કે મેરિટલ રેપનો મુદ્દો ખુબ જ જટિલ છે. તેને એક્સપેન કરવો પણ ખુબ જમુશ્કેલ છે. તે અંગે વિચાર કરવાનો સમય ફેમિલ અને સોશ્યલ સ્ટ્રક્ટરને પણ ધ્યાનમાં રાખવું પડશે. આ અંગે પાર્લિયામેન્ટ્રી કમીટી અને લોક કમિશન પાસે પણ મંતવ્ય મંગાવવામાં આવશે. તેમણે કહ્યું કે આ કાયદાને ટુકડામાં બનાવવો યોગ્ય નહી રહે. માટે અમે સંપુર્ણ રીતે નવો કાયદો લાવવા અંગે વિચારી રહ્યા છીએ. લો કમિશન પણ આ અંગે વિચારી રહ્યું છે. આશા છે કે રિપોર્ટ અમે ટુંક જ સમયમાં મળશે. મહિલાઓની વિરુદ્ધ થતી ક્રુરતા માટે આઇપીસીની કલમ 498-એ છે. તેનાં કારણે મહિલાને સિક્યુરિટી મળે છે.

You might also like