સુરતની કિરણ હોસ્પિટલે કરી મહત્વની જાહેરાત : દીકરીનાં જન્મનો કોઇ ચાર્જ નહી

સુરત : અત્યાધુનિક કિરણ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે ટ્રસ્ટી મથુરભાઈ સવાણીએ કહ્યુ કે, કિરણ હોસ્પિટલમાં તમામ દીકરી જન્મ વખતે કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે અને એ જ માતાને જો બીજી દીકરીનો જન્મ થશે તો 1 લાખનો બોન્ડ આપવામાં આવશે.

જે 21 વર્ષની થશે ત્યારે મળશે. સાથે જ પ્રધાનમંત્રી આગામી દિવસોમાં ડાયમંડ બુર્સના ઉદઘાટનમાં આવે તેવી ઈચ્છા વ્યકત કરી..પીએમ મોદીએ કિરણ મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.

આ હોસ્પિટલની ખાસિયત એ છે કે હોસ્પિટલને બેક્ટેરીયા મુક્ત કરવા 31 કરોડના ખર્ચે મશીનરી મુકાઇ, કિરણ હોસ્પિટલ ઇન્ટેનશલ નિયમો પ્રમાણે તૈયાર કરવામાં આવી. ઉપરાંત અહી 400 દાતાઓએ 15 લાખથી 65 કરોડનું દાન આપ્યુ છે.

You might also like