કિરણ બેદીનો વિવાદીત આદેશ,ગંદકી હશે તો નહીં મળે મફત ચોખા

પોંડીચેરીના લેફ્ટિનેન્ટ ગવર્નર કિરણ બેદીએ જોરદાર આદેશ આપ્યો છે. તેમને આદેશ આપ્યો છે કે, ખુલ્લામાં શૌચ કરવામાંથી જે ગામ મુક્ત નહીં થાય તેને મફતના ચોખા આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, આ રાજ્યોમાં મફત ચોખા આપવાની સ્કીમ ચાલું છે. કિરણ બેદીએ જાહેરાત કરી હતી કે જેને મફતના ચોખા લેવાના હોય તે પોતાના ગામને ખુલ્લામાં શૌચાલયમાંથી મુકત થવું પડશે.

આ યોજના અંતર્ગત ગામના સરપંચ અને ધારાસભ્યને આ નિર્ણયની જાણ કરવામાં આવશે. મફત ચોખા સ્કીમને વિધાનસભ્યો અને સંબંધિત વિસ્તારના ગ્રામસભા કમિશનરો દ્વારા ખુલ્લામાં ધોવાણ અને કચરાના પ્લાસ્ટિકને મુકત કરવાની પ્રમાણપત્ર સાથે જોડવામાં આવેલા છે. આ આદેશ બાદ આ મામલે વિવાદ થયો છે.

આપને જણાવી દઇએ કે,કિરણ બેદીનું આ ફરમાન આગામી જૂન માસથી લાગુ થનાર છે. જેના માટે આશરે ચાર અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો છે.

કિરણ બેદીએ એક નિવેદનમાં કહ્યું કે, રાજ્યમાં સફાઈ અભિયાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે. પોંડીચેરીના ગામડાઓમાં સફાઈનો અભાવ જોવા મળે છે. સફાઈ માટે કેટલાક ધારાસભ્યો ફંડની માગ કરે છે. પરંતુ સફાઈ કરવામાં આવતી નથી.

You might also like