કિરણ બેદીનું ફરમાન, VIP ગાડીઓમાં સાયરન પર લગાવ્યો પ્રતિબંધ

પુડુચેરી: પુડુચેરીની ઉપ રાજ્યપાલ કિરણ બેદીએ વીઆઇપી કારોમાં સાયરનોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કારોમાં ઉપરાજ્યપાલના વાહનનો પણ સમાવેશ થશે. જો કે એમ્બુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓને સાયરનના ઉપયોગ પર પ્રતિબંધથી છૂટ આપવામાં આવશે.

પોલીસે સેવાના પોતાના કાર્યકાળ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા પર ધ્યાન આપી ચૂકેલી કિરણ બેદીએ આ નિર્દેશ જાહેર કર્યો છે કે વીઆઇપી લોકોની કારોને ટ્રાફિક અટકાવી દેવા જેવી કોઇ વિશેષ સુવિધા આપવામાં આવશે નહી. તે પણ સામાન્ય લોકોની માફક ટ્રાફિકમાંથી પસાર થશે જેથી લોકોને અવર જવરમાં તકલીફ ન પડે.

એક અઠવાડિયા પહેલા ઉપરાજ્યપાલનું પદ સંભાળનાર કિરણ બેદી રવિવારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સફાઇ કર્મચારીઓની સાથે ગલીઓમાં કચરો ઉપાડતે જોવા મળી. માસ્ક પહેરીને તેમણે લાલ બહાદુર શાસ્ત્રી ગલી અને અન્ય સ્થળો પર મ્યૂનિસિપલ કર્મચારીઓની સાથે મળીને સફાઇ કરી. સાથે જ શપથ લીધા કે જ્યાં સુધી પુડુચેરી એક સ્વચ્છ શહેર નહી બની જાય ત્યાં સુધે દર રવિવારે શહેરની સફાઇ કરશે. અત્રે નોંધનીય છે કે કિરણ બેદી જે કાર દ્વારા અહી પહોંચી હતી તેમાં સાયરન ન હતું.

વી. નારાયણસામીએ CM પદના લીધા શપથ
પૂર્વ કેન્દ્રીય મંત્રી વી. નારાયણસામીએ સોમવારે પુડુચેરીના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કર્યા. તે પુડુચેરીના 10મા મુખ્યમંત્રી બન્યા છે. 30 સભ્યોવાળી પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ ગઠબંધને 17 સીટો પર જીત નોધાવી હતી. નારાયણસામી યૂપીએ 2 સરકારમાં વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યમંત્રી હતા, જ્યારે યૂપીએ 1માં તે સંસદીય કાર્ય રાજ્યમંત્રી હતા. નારાયણસામીએ વિધાનસભાની ચૂંટણી લડ્યા ન હતા, એવામાં હવે કોઇ ચૂંટાયેલા નેતાનો રાજીનામું આપવું પડશે, જેથી પેટાચૂંટણીમાં તે ધારાસભ્ય બની શકે.

You might also like