3 બાળકોની માતા PAK પહોંચતા બની ગઇ આમના, પરિવારે કહ્યુ – ‘ISIની જાસૂસ છે’

વૈશાખીના અવસરે નનકાના સાહિબના દર્શન માટે ગયેલી હોશિયારપુરની કિરણ બાલા અચાનકથી આમના બીવી બનીને સૌને ચોંકાવી દીધા છે. કિરણ બાલાના સસરા તરસેમ સિંહે જણાવ્યુ કે, તે સતત પોતાના મોબાઇલ ફોન પર Facebook અને WhatsApp પર બિઝી રહેતી હતી અને અજાણ્યા લોકો સાથે ફોન પર વાત કરતી રહેતી હતી.

પરિવારના સભ્યો જ્યારે પણ તેણે કંઇ પૂછતા તો તે વાત ટાળી દેતી હતી અને કહેતી હતી કે તે સંબંધીઓ સાથે વાત કરે છે. કિરણ બાલાના સસરા તરસેમ સિંહેને શંકા છે કે તેઓ પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી એજન્સી ISIની શિકાર બની છે અને બની શકે છે કે તે પાકિસ્તાન માટે જાસૂસી કરી રહી છે. 32 વર્ષની કિરણ બાલા 10 એપ્રિલ 2018ના પાકિસ્તાનથી નીકાળી હતી.

કિરણ બાલા બાળકોને એમ કહીને ગઇ હતી કે તે દર્શન કરીને ઘરે પરત ફરશે. તે એક વિધવા છે અને તે પોતાની પાછળ 3 બાળકો ઇંદ્રજીત કૌર (13), અર્જૂન સિંહ (8) અને ગુરમીત સિંહ (7)ને મૂકતી ગઇ છે. તરસેમ સિંહે પોતાની વહુને SGPCના અધિકારીઓએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ તેની સુરક્ષાની જવાબદારી લે છે અને પરત ઘર લાવશે.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનની ISI ન તો માત્ર સુંદર મહિલાઓની સાથે સાથે દેખાવડા પુરુષોને પણ પોતાની જાળમાં ફસાવે છે. કિરણ બાલા ISIની આ નવી સ્ટ્રેટર્જીનો શિકાર બની ગઇ લાગે છે. ગત વર્ષે ઓક્ટોબર 12 ઓક્ટોબર 2017માં જલધંર પોલિસે એક 57 વર્ષના એહસાનુલ હક નામના પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી હતી, જેને એક શિખ મહિલાની સાથે લગ્ન કર્યા હતા અને એક જમીન પણ ખરીદી હતી. પંજાબ પોલીસની ઇન્ટિલિજન્સ વિંગે તાજેતરમાં મોગામાં પાકિસ્તાનના એક જાસૂસી નેટવર્કની ભાંડો ફોડ્યો હતો. ગત રવિવારે રોહતક પોલીસે પણ ગૌરવ શર્મા નામના એક વ્યકિતને જાસૂસના આરોપમાં ધરપકડ કરી હતી.

પોલીસના સૂત્રોનુસાર, ISIના સોશ્યલ મીડિયાની મદદથી બેરોજગારી યુવાનો ફસાઇ રહી છે, તેમણે રૂપિયાની લાલચ આપીને જાસૂસી કરી રહી છે. જોકે હાલમાં સુરક્ષા એજન્સી અને પંજાબ પોલીસ કિરણ બાલાના ફેસબુક એકાઉન્ટ અને મોબાઇલ ફોનની ડિટેલ્સ શોધી રહી છે, જેનાથી ખબર પડે કે તે ISI માટે કામ કરી રહી છે કે નહીં.

You might also like