સાઉદીના કિંગે ૬૪૦ કરોડ રૂપિયા વેકેશન પર લૂંટાવ્યા

રિયાદ: સાઉદી અરબના કિંગ સલમાને મોરક્કોમાં વિતાવેલા પોતાની વાર્ષિક રજાઅો પર લગભગ ૧૦૦ મિલિયન ડોલર એટલે કે ૬૪૧ કરોડ રૂપિયા કરતા પણ વધુ લૂંટાવ્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ કિંગના સ્વાગત માટે ખુદ મોરક્કોના વડા પ્રધાન અેરપોર્ટ સુધી પહોંચ્યા હતા અને તેમને ૭૪ એકરમાં બનેલા સમર પેલેસ સુધી લઈ ગયા હતા.
કિંગ અા વર્ષે જુલાઈ મહિનામાં જ મોરક્કો ગયા હતા. સૂત્રોની વાત માનીઅે તો કિંગ સલમાન દર વર્ષે વેકેશન માણવા જાય છે. અા વર્ષે ૧૦૦૦ લોકોની સાથે તેઅો મોરક્કો રજાઅો ગાળવા પહોંચી ગયા હતા. અા લોકોમાં પ્રધાનો, તેમના સલાહકારો અને સગાં સંબંધીઅો પણ સામેલ હતા. અા બધાઅે મુરક્કોમાં સૌથી લક્ઝુરિયસ હોટલ બુક કરાવી હતી.
એક સ્પેનિશ ન્યૂઝ પેપરના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૧૬થી જ ૭૪ એકરના પેલેસમાં સમારકામ ચાલી રહ્યું છે. મહેમાનોને ખુશ કરવા માટે પેલેસમાં નવી ઇમારતો અને હેલિપેડ બનાવાયા. મોરક્કોને ટૂરિઝમની કમાણીનો ૧.૫ ટકા હિસ્સો અા વર્ષે કિંગ સલમાનની રજાઅોમાંથી મળ્યો છે.

ધ ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા મુજબ ગયા વર્ષે ગરમીઅો દરમિયાન જ્યારે કિંગ અહીં પહોંચ્યા હતા તો તેમને અને તેમના સંબંધીઅોને શહેર ફેરવવા માટે ૧૦૦ મર્સિડિસ કાર અને રેન્જ રોવર્સ બુક કરાઈ હતી. કિંગ મોરક્કોમાં પોતાના જે પેલેસમાં રહે છે ત્યાં અાલિશાન રેસ્ટોરા ઉપરાંત મેડિકલ સુવિધાઅો પણ છે. અામ તો કિંગ સલમાન પાસે દુનિયાના ઘણા દેશોમાં સંપત્તિ છે. પેરિસમાં અેપાર્ટમેન્ટ અને ફ્રાન્સમાં એક પેલેસ પણ છે પરંતુ મોરક્કોના પેલેસ સાથે તેમને ખાસ લગાવ છે.

You might also like