ઇન્ડિયામાં નહીં, વિદેશમાં વધુ કમાણી કરતી કિંગખાનની ફિલ્મો

બોલિવૂડના બાદશાહ કિંગખાનને ડોન લતિફના રોલમાં દર્શાવાયો હતો તે ચર્ચિત ફિલ્મ ‘રઇસ’એ ભારતમાં ૧૭૬ રૂપિયાની કમાણી કરી, જ્યારે આ ફિલ્મે રૂ.ર૭ર કરોડની કમાણી કરી. આ ફિલ્મનું ડિરેકશન રાહુલ ધોળકિયાએ કર્યું હતું.ફિલ્મનું પ્રોડક્શન ગૌરીખાન, રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે કર્યું હતું. આ ફિલ્મ ર૦૧૭ની હાઇએસ્ટ ગ્રાેસિંગ બોલિવૂડ ફિલ્મ બની હતી.

‘ટ્યૂબલાઇટ’ ફિલ્મની સ્ટોરી લાઇન દર્શકોને ઓછી પસંદ પડી. દર્શકો કદાચ સલમાન ખાનને એવા રોલમાં જોવાનું પસંદ કરતા નથી. તેમને પોતાનો આ ફેવરિટ સ્ટાર ‘ટાઇગર’ના રૂપમાં જોવો જ પસંદ છે. આ ફિલ્મે ભારતમાં ૧પ૬ કરોડની કમાણી કરી. જ્યારે વિદેશમાં આ ફિલ્મે ર૦૭ કરોડની કમાણી કરી.

શાહરુખ અને કાજોલની જોડીને ઘણાં વર્ષો બાદ ચમકાવતી ર૦૧પમાં આવેલી ‘દિલવાલે’ ફિલ્મે ભારતમાં ૧૯૪ કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૩૭ર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. આ ફિલ્મમાં વરુણ ધવન અને કૃતિ સેનનને પણ પસંદ કરવામાં આવ્યાં હતાં.

મિસ્ટર પરફેકટનિસ્ટ આમિર ખાનની ‘પીકે’ ફિલ્મમાં અનુષ્કા શર્માનો અભિનય પણ વખણાયો હતો. અલગ સ્ટોરીલાઇન ધરાવતી આ ફિલ્મને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો. આ ફિલ્મે કમાણીની બાબતમાં તમામ રેકોર્ડ બ્રેક કરી દીધા હતા. આ ફિલ્મે સ્વદેશમાં ૪૪૮ કરોડ રૂપિયાની કમાણી કરી, જ્યારે પરદેશમાં આ ફિલ્મે ૬૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી.

શાહરુખ ખાન અને કેટરિનાને ચમકાવતી ફિલ્મ ‘જબ તક હૈ જાન’એ ભારતમાં ૧૩૮ કરોડનો બિઝનેસ કર્યો, જ્યારે આ ફિલ્મે વિદેશમાં ર૧૦ કરોડ રૂપિયાની કમાણી કરી. દિવંગત યશ ચોપરાની આ છેલ્લી દિગ્દર્શિત ફિલ્મ હતી. આ ફિલ્મ તેમને શ્રદ્ધાંજલિ સમાન બની ગઇ. યશ ચોપરાએ ‘વીર ઝારા’ પછી આઠ વર્ષ બાદ ફરી એક ડિરેકશન કર્યું હતું.

કિંગખાનની વધુ એક ફિલ્મ માય નેમ ઇઝ ખાન ભારતમાં કમાણીમાં ૧૦૦ કરોડનો આંકડો પણ વટાવી શકી ન હતી. પરંતુ વિદેશમાં આ ફિલ્મ ર૦૦ કરોડને પાર કરી ગઇ અને ર૦૪ કરોડનો બિઝનેસ કર્યો.

આ ફિલ્મનું ડિરેકશન કરણ જોહરે કર્યું હતું. ફિલ્મ ધર્મા પ્રોડકશન અને રેડ ચિલીઝનું જોઇન્ટ વેન્ચર હતી. આ ફિલ્મ બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મમાંની એક હતી.

ર૦૦૧માં આવેલી શાહરુખ અને કાજોલની જોડીની સુપરહિટ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન તેમજ ઋત્વિક રોશન અને કરિના કપૂરને કારણે પણ જાણીતી છે. આ ફિલ્મે ઇન્ડિયામાં ૯ર કરોડ રૂપિયાની અાવક મેળવી જ્યારે વિદેશમાં ૧૩પ કરોડ રૂપિયા કમાયા. આ ફિલ્મે પહેલા જ વીકમાં બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

ર૦૦૬માં આવેલી શાહરુખ ખાનની ડોન ફિલ્મે ભારતમાં ૭૦ કરોડ જ્યારે વિદેશમાં ૧૦૬ કરોડની કમાણી કરી. આ ફિલ્મનું ડિરેકશન ફરહાન અખ્તરે કર્યું હતું. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, અર્જુન રામપાલ, ઇશા કોપીકર ઉપરાંત ઓમ પુરી, બોમન ઇરાની, ચંકી પાંડે જેવા સિનિયર કલાકારો પણ હતા, ભારતીય દર્શકોએ આ ફિલ્મ ખૂબ જ પસંદ કરી હતી. •

You might also like