12 વર્ષ સુધી મૂક(મૂંગો) બનવાનું કર્યું નાટક અને અંતમાં બની ગયો…

ચીનમાં હત્યા કરનાર એક વ્યક્તિએ પોતાનો ભૂતકાળ છૂપાવવા માટે 12 વર્ષ સુધી પોતાને મૂક (મૂંગો) હોવાનો ડહોળ કર્યો હતો. અંતમાં એક દિવસે ખોટું બોલનાર આ વ્યક્તિ સાચે જ મૂક (મૂંગો) બની ગયો.

પત્નીના કાકાની હત્યા કરી ગામ છોડ્યું…
સ્થાનિક મિડીયા અનુસાર વર્ષ 2005માં ઝેચિયાંગ વિસ્તારમાં ઝેંગ ઉપનામવાળા વ્યક્તિએ પોતાનું ગામ છોડી દીધું હતું. મકાનના ભાડાને લઇને તેણે તેની પત્નીના કાકાની હત્યા કરી દીધી હતી. તે વખતે ઝેંગની ઉંમર 33 વર્ષની હતી.

પોલીસેની સામે અપરાધનો કર્યો સ્વીકાર..
ગામમાંથી બહાર નિકળી ગયા બાદ ઝેંગે પોતાને મૂક(મૂંગો) બતાવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં તેણે પોતાની ખોટી ઓળખ ઉભી કરી દીધી હતી. તેણે પોતાનું નામ બદલી અને નોકરી કરવા લાગ્યો હતો.

ત્યાં તેણે લગ્ન કરી લીધા અને પિતા પણ બની ગયો. ત્યારબાદ ખરેખર પોતાનો અવાજ (મૂક-મૂંગો) બની ગયો. ત્યારબાદ તેણે પોલીસ સમક્ષ લેખિતમાં પોતાનો અપરોધ સ્વીકાર કરી લીધો.

 

You might also like