લૂંટારૂઓએ લૂંટ કર્યા બાદ આખા પરિવારની કરી હત્યા

ગ્લાલિયર : મધ્યપ્રદેશનાં ભિંડમાં શુક્રવારે મોડીરાત્રે લૂંટારૂઓ દ્વારા લૂંટ બાદ આખા પરિવારની હત્યા કરાઇ હોવાની ઘટનાં સામે આવી છે. મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ યુવતીઓ, એક છોકરા અને એક મહિલાનો સમાવેશ થાય છે. પોલીસને લૂંટારૂઓ ધાબાનાં માર્ગેથી અંદર ઘુસ્યા હોવાની શંકા છે. ભિંડનાં એસપી નવનીત ભસીને જણાવ્યું કે નિવૃત ટીચર રામબાબુ શુક્લ પોતાનાં પરિવાર સાથે રહેતા હતા. જો કે ઘટનાં સમયે શુકલ હાજર નહોતા.

શનિવારે સવારે જ્યારે 9 વાગ્યા સુધી દરવાજા ન ખુલ્યા ત્યારે તેમનાં ભાઇ ઘરે પહોંચ્યા હતા. ત્યાર બાદ ઘરમાં નજર કરતા જ તેઓ ચોંકી ઉઠ્યા હતા. લૂંટારાઓ ધાબાના રસ્તે અંદર ઘુસ્યા હતા. તેઓએ છવિ (12 વર્ષ), અંબિકા (17 વર્ષ) મહિલા અને 11 વર્ષનાં બાળક ગોલુની હત્યા કરી હતી. આખા પરિવારની હત્યા ગળાપર ધારદાર હથિયાર વડે પ્રહાર કરીને કરવામાં આવી હતી. જો કે ગોલુનો દેહ કિચનમાંથી મળ્યો હતો જ્યારે અન્ય પરિવાર એક જ રૂમમાંથી મળી આવ્યો હતો.

ફોરેન્સીક ટીમ દ્વારા સંપુર્ણ મકાનને સીલ કરી દેવામાં આવ્યું છે. ઉપરાંત બાળકી અને યુવતીનાં કપડા ફાટેલા મળી આવ્યા છે. જેથી પોલીસ દ્વારા બળાત્કારની શંકા પણ સેવાઇ રહી છે. જો કે પોલીસ દ્વારા હજુ સુધી આ અંગે કાંઇ પણ જણાવવાની મનાઇ કરવામાં આવી છે. પરિવારનાં મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સંપુર્ણ હકીકત સામે આવશે તેવું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

You might also like