હવે કિકુ શારદાઅે પણ કપિલ શર્માનો સાથ છોડ્યો

મુંબઈ: કપિલ શર્માના શોમાં પડેલા બ્રેક બાદ તેના સહયોગી કિકુ શારદાઅે ટીવી સિરિયલોમાં ઝંપલાવ્યું છે. કિકુઅે અે વાતને સમર્થન અાપ્યું છે કે તે જાણીતા કોમેડિયન જોની લીવર સાથે સબ ટીવીની નવી સિરિયલ પાર્ટનરમાં જોવા મળશે. કિકુઅે કહ્યું કે ‘કપિલ શર્મા શો’ કપિલની અસ્વસ્થતાના કારણે બંધ છે.

જોકે કિકુના ગયા બાદ અા શો હંમેશાં માટે બંધ થઈ જવાની શક્યતાઅો છે. નવા શો અંગે જાણકારી અાપતા હાસ્ય કલાકારે કહ્યું કે હવે થોડા અઠવાડિયા સુધી તેને સહજરૂપથી લેવાની મારી યોજના છે. સપ્ટેમ્બરમાં મેં સબ ટીવીના નવા શોનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. હું કપિલ સાથે નવો શો કરવા ઇચ્છતો હતો પરંતુ હવે સબ ટીવી માટે કરીશ.

જોની અને કિકુ દ્વારા અભિનિત સિરિયલ પરિતોષ પેઇન્ટર દ્વારા નિર્દેશિત છે. પરિવારજનો સાથે સમય િવતાવવા અંગે કિકુઅે કહ્યું કે મેં હંમેશાં મારા પરિવાર સાથે સારો સમય વિતાવ્યો છે તેથી તેઅો ફરિયાદ કરતા નથી. પરંતુ દૈનિક શો શરૂ થયા બાદ તેઅો ખૂબ જ જલદી ફરિયાદ શરૂ કરી દેશે. કિકુ કપિલના કોમેડી શોનો એક માત્ર એવો સભ્ય હતો જે સુનીલ સાથેના વિવાદ બાદ પણ તેની સાથે ઊભો હતો. સુનીલે અા મુદ્દે હજુ કોઈ પ્રતિક્રિયા અાપી નથી.

You might also like