હેલ્થ સપ્લિમેન્ટ્સથી કિડનીને ખતરો

આજની વ્યસ્ત જિંદગી અને ભાગદોડમાં કેટલાક લોકો સવારે નાસ્તો કરવાનું ચૂકી જાય છે. દિવસે બહાર જ જમી લે છે અને રાત્રે ડિનર પણ બહારથી ઓર્ડર કરી લે છે. હેલ્ધી ડાયટ લેવા કે એક્સર્સાઇઝ કરવા કોઇની પાસે પૂરતો સમય હોતો નથી. લોકો વ્યસ્તતાની વચ્ચે હેલ્થને સમય આપી શકતા નથી, જે હેલ્થ કોન્શિયસ છે તે રોજ હેલ્થ સપ્લિમેન્ટ્સ લે છે.

ડોક્ટરોનું માનવું છે કે ઇમ્યુનિટીને બુસ્ટ કરવાનો દાવો કરનાર હર્બલ સપ્લિમેન્ટ્સ ઉપરાંત ઘણા પ્રકારનાં મલ્ટિવિટામિન અને અન્ય હેલ્થ સપ્લિમેન્ટ્સ લોકોની વચ્ચે ખૂબ પોપ્યુલર છે. સંશોધકો કહે છે કે આ સપ્લિમેન્ટ્સથી શું ફાયદો થાય છે તેનું કોઇ પ્રમાણ નથી.

ડોક્ટરો કહે છે, કેટલીક હેલ્થ પ્રોડક્ટ્સમાં ઝેરીલાં તત્ત્વ હોય છે, જેનું લાંબા સમય સુધી સેવન કરવાથી કિડની ખરાબ થવા લાગે છે. શરીરમાં સ્થિત કોશિકાઓની સંખ્યાને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. જે અેથ્લીટ બ્લડ ડોપિંગ કરે છે તેનામાં લાંબા ગાળે સ્ટ્રોકનું રિસ્ક વધી જાય છે. ઇમ્યુન સિસ્ટમને હેલ્ધી રાખવા હેલ્ધી લાઇફસ્ટાઇલ ખૂબ જરૂરી છે.

You might also like