કિડમ્બી શ્રીકાંતે રચ્યો ઈતિહાસ, બન્યો વર્લ્ડ નંબર 1

ભારતના સ્ટાર શટલર કિડમ્બી શ્રીકાંત વિશ્વ ક્રમાંક 1 બેડમિન્ટન ખેલાડી બની ગયો છે. તેમણે કોમનવેલ્થ મિક્સ્ડ ટીમની ઇવેન્ટ જીત્યા બાદ આ ખ્યાતી પ્રાપ્ત કરી છે. બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ) દ્વારા બહાર પાડવામાં આવેલા ખેલાડીઓની તાજેતરની રેન્કિંગમાં જાહેર કરી છે, શ્રીકાંતે ડેનમાર્કના વિક્ટર એક્સેલસનને હરાવીને આ સ્થિતિ પ્રાપ્ત કરી છે.

રેન્કિંગ પદ્ધતિ શરૂ થાય તે પછી, શ્રીકાંત ભારતનો પ્રથમ શટલર બન્યો છે, જે આ સ્તર સુધી પહોંચ્યો છે. વર્ષ 1980માં ત્રણ ટોચના ટુર્નામેન્ટ જીત્યા બાદ, પ્રકાશ પદુકોણને નંબર 1 ગણવામાં આવ્યા હતા પરંતુ તે પછી કોઈ એવી રેન્કિંગ સિસ્ટમ રાખી ન હતી. શ્રીકાંત ગત વર્ષે નંબર 1ની નજીક આવ્યો હતો પરંતુ ઈજાના કારણે તે ટોચ પર પહોંચી શક્યો ન હતો.

વર્તમાન રેન્કિંગમાં શ્રીકાંત 76,895 પોઈન્ટ સાથે ટોચ પર પહોંચી ગયો છે. ડેનમાર્કના વિક્ટર એક્સેલસન 75,470 પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. કોરિયાના સોન વેન હૂ 74,670 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાન પર છે. મહિલા રેન્કિંગમાં, ભારતની પી.વી. સિંધુ 78,824 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ચિની તાઇપેઈની તાઈ જિગુઆ 90,259 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન ધરાવે છે.

ગોલ્ડ કોસ્ટ ગેમ્સમાં ગુરુવારે ટોચના પુરુષ બેડમિન્ટન ખેલાડી કુડમ્બિ શ્રીકાંતે પુરુષોની સિંગલ્સ કેટેગરીના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. શ્રીકાંતે શ્રીલંકાના નિલુકા કરૂણાર્ટેને 21-10, 21-10ઠી મેચમાં જીતીને છેલ્લા-8માં સ્થાન બનાવ્યું છે.

શ્રીકાંતને આ મેચ જીતવામાં કોઈ સમસ્યા આવી ન હતી. તેમણે પ્રથમ સેટમાં 10-3થી લીડ લીધી હતી. તેમણે 16-8 સુધીનો ફાયદો લીધો અને પછી 21-10થી જીત મેળવી હતી. શ્રીકાંત બીજી રમતમાં આગળ વધવા લાગ્યો અને 4-1ની લીડ લિધી. વિરામ બાદ, શ્રીકાંતે તેમનું પ્રભુત્વ જાળવી રાખ્યું અને બીજી રમતને પણ 21-10થી તેના નામે કરાવી હતી.

You might also like