બાળકોને હેલ્ધી રાખવા ડિનર સાથે બેસીને કરો

જે બાળકો પરિવારજનોની સાથે બેસીને રાતનું ભોજન કરે છે તેમને ભવિષ્યમાં વજનને લગતી સમસ્યાઓ અથવા તો ઈટિંગ ડિશઓર્ડર જેવી સમસ્યાઓ થવાનું જોખમ ઓછું હોય છે. અમેરિકાની યુનિવર્સિટીના રિસર્ચરોએ કરેલા અભ્યાસ બાદ જાણવા મળ્યું કે જે પરિવારના લોકો અઠવાડિયાના ઓછામાં ઓછા ચાર દિવસ પણ સાથે જમવા બેસે છે તે બાળકો ડિનર માટે ૨૦ મિનિટ જેટલો સમય ફાળવે છે. પરિવાર સાથે ન જમતા બાળકો ફટાફટ જમવાનું પતાવી દે છે.

You might also like