મુસ્લિમ દંપત્તિએ યા અલ્લાહ બોલતા તેને ફ્લાઇટમાંથી નીચે ઉતારાયું

શિકાગો : પાકિસ્તાની મુળનાં એક અમેરિકી દંપતીને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યું હતું. આ મુસ્લિમ દંપતિએ દાવો કર્યો કે તેને વિમાનમાંથી એટલા માટે ઉતારી દેવામાં આવ્યા કારણ કે તેણે અલ્લાહ નામ લીધું હતું. પ્લેનમાં બાજુમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ તે વ્યક્તિનાં શરીરમાંથી ખુબ જ પરસેવો થવા અને સતત મેસેજિંગનાં કારણે વિમાનમાં બેઠેલા ક્રુનાં એક સભ્યને અસહજ અનુભવ થઇ રહ્યું હતું. આ ઘટનાં 26 જુલાઇની છે. દસમાં લગ્નનાં 10 વર્ષની ઉજવણી કરીને અમેરિકા પરત ફરી રહ્યું હતું.

નાઝીયા અને ફૈઝલ અલીએ ડેલ્ટા એરલાઇન્સ પર આરોપ લગાવ્યો કે પેરસથી ઓહાયાનાં સિનસિનાટી જવા દરમિયાન ઇસ્લામોફોબિયાનાં કારણે તેને વિમાનથી ઉતારી દેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ડેલ્ટા એરલાઇન્સમાં વિમાનમાં પેરિસનાં સિનસિનાટી જવા માટે મુસ્લિમ દંપતી પોતાની સીટ પર બેસુ ચુક્યું હતું. સીટ પર બેસ્યા બાદ મહિલાએ પોતાનાં ચપ્પલ ઉતારી નાખ્યા અને આ દરમિયાન તેણે પોતાનાં મિત્રોનેમેસેજ મોકલ્યા હતા.તે આ મોબાઇલ ફોનનો ઉપયોગ કરી રહી હતી અને તેણે હેડફોન લગાવેલુ હતું.

દ સિનસિનાટી ઇન્કવાયરરનાં સમાચાર અનુસાર વિમાનનાં એક ક્રુ સભ્યએ પાયલોટ સામે ફરિયાદ કરી હતી તે મુસ્લિમ દંપતી સામે અસહજ અનુભવી રહી છે. તેણે પાયલોટને જણાવ્યું કે મહિલાએ માથે સ્કાર્ફ બાંધ્યો હતો અને ફોનનો ઉપયોગ કરી રહી છે અને વ્યક્તિને સતત પરસેવો આવી રહ્યો છે.

વિમાન એરહોસ્ટેસે પણ દાવો કર્યો કે ફૈઝલે પોતાનો ફોન છુપાવવાનો પ્રયાસ કર્યો અને તેણે દંપતીને અલ્લાહ શબ્દનો ઉપયોગ કરતા સાંભળ્યો. ત્યાર બાદ પાયલોટે ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કરી અને કહ્યું કે જ્યાં સુધી મુસ્લિમ દંપતીને ઉતારવામાં નહી આવે ત્યાં સુધી તે ઉડ્યન નહી કરે. નાઝીયાનાં અનુસાર એરપોર્ટ અધિકારી અમારી પાસે આવ્યા અને પુછપરછ માટે અમને સાથે લઇ ગયા. તેણે કહ્યું કે તમે આ વિમાનથી નથી જઇ રહ્યા. ત્યાર બાદ પેરિસ પોલીસે પણ અમારી ફ્રાંસ મુલાકાત અંગે પુછપરછ કરી. સમગ્ર મુદ્દો સામે આવ્યા બાદ ડેલ્ટા એરલાઇન્સની આ ભેદભાવની આ ઘટનાની નિંદા કરી.

You might also like