…તો આ અભિનેત્રી હોઈ શકે છે ‘KICK 2’ની હીરોઇન

એ તો બધા જાણે છે કે, સલમાન ખાનની સુપરહીટ ફિલ્મ ‘KICK’ નો બીજો ભાગ આવવાનો છે અને એમાં સલમાન ખાન જ લીડ રોલમાં હશે એ કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સલમાનના ચાહકોને એ જાણવા માંગે છે કે, ફિલ્મમાં તેની હિરોઇન કોણ હશે.

મળતી માહિતી મુજબ, આ ફિલ્મમાં સલમાનની અપોઝીટ બીજું કોઈ નહી પરંતુ જેકલીન ફર્નાડીઝ નજર આવશે. જો કે, હજુ તેની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી અને જેકલીન અત્યારે આ મુદ્દા પર કોઇ નિવેદન આપ્યું નથી.

તાજેતરમાં એક ઇવેન્ટમાં જ્યારે જેકલીનને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ‘KICK ૨’ નો ભાગ છે તો તેમણે ચાલાકીથી આ પ્રશ્નના ઉત્તરથી બચતા કહ્યું કે, અત્યારે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે કોઈ ફિલ્મમાં કામ કરી રહી છું. હવે જોવું રહ્યું કે, વાસ્તવમાં જેકલીન જ છે ‘KICK ૨’ નો ભાગ અથવા બીજો કોઈ નવો ચહેરો સલમાનની સાથે જોવા મળશે.

You might also like